મ્યુનિચ : ઈસ્લામિક કટ્ટરપંથીઓએ કરેલી હત્યાની બાવનમી પુણ્ય તિથિના દિવસે જ પાંચ ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ગુરૂવારે ઈઝરાયલી દૂતાવાસ ઉપર અંધાધૂંધ ગોળીબારો કર્યા હતા પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ ન હતી.
બીજી તરફ સતત સતર્ક રહેલી પોલીસે તે પાંચે આતંકીઓને ઠાર માર્યા હતા.જર્મનીની પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૧૮ વર્ષના એક યુવાને અચાનક જ તેની જૂની કાર્બાઈનમાંથી બેફામ ગોળીબારો શરૂ કરી દીધા હતા. તે કાર્બાન્સ ઉપર બેયોનેટસ્ પણ લગાડેલી હતી. તેમણે ઈઝરાયલી દૂતાવાસ તથા 'નાઝી' ઈતિહાસના મ્યુઝિયમ બંને ઉપર ગોળીબારો કર્યા હતા. જોકે ગુરૂવારે યહુદીઓની ૧૯૭૨માં થયેલી હત્યાના માનમાં ઈઝરાયલી દૂતાવાસ બંધ હતું જેથી કોઈ જાનહાની થઈ ન હતી.તે સર્વવિદિત છે કે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકીઓએ તો છેક ફિન્લેન્ડ સુધી હુમલા કર્યા હતા. જ્યારે ભારતમાં તો ઈસ્લામિક આતંકીઓના હુમલામાં લગભગ રોજીંદી ઘટના બની રહી છે. હતા.
આ આતંકીઓએ લગભગ ધ્રુવ પ્રદેશમાં આવેલા ફીન્લેન્ડથી શરૂ કરી વિષુવવૃત્તિય જંગલો ભરેલાં કોંગો સુધી હુમલા કર્યા છે. તેમનો પંજો લગભગ સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે.આ આતંકીઓ પૈકી ગોળીબાર કરનારાઓનો નેતા એક ૧૮ વર્ષનો યુવાન હતો તે ઓસ્ટ્રિયાનો નાગરિક હતો, તેમ જર્મનીમાં વર્તમાનપત્ર 'સ્પીજેલ' જણાવે છે. જર્મનીના ચાન્સેલર ઓલેફ શોલ્ઝે તત્કાળ પગલાં લઈ આતંકીઓને ઠાર મારવા માટે તે પોલીસોને શાબાશી આપી હતી.આ પૂર્વે ૨૦૧૯ ના ઓક્ટોબર મહીનામાં ઈઝરાયલીઓના તહેવાર 'યોમ-કીપ્પુરના' દિવસે એક બંદૂકધારીએ યહૂદીઓને અપશબ્દો કહેવા સાથે કરેલા ગોળીબારમાં પૂર્વ જર્મનીના હાલ્લે શહેરમાં બેફામ ગોળીબાર કરતાં બે વ્યક્તિઓનાં મૃત્યુ થયા
Reporter: admin