કેન્યા:ની નીએરી કાઉન્ટી સ્થિત હીલ સાઇડ એન્ડશૉ પ્રાયમરી સ્કૂલમાં આવેલાં બોર્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળતા 17 બાળકોનાં મૃત્યુ થયાં હતાં
જ્યારે અન્ય 13ને સખત દાહ થયા હતા. આથી મૃત્યુ આંક વધવાની પણ ભીતિ છે તેમ પોલીસ અધિકારીએ શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તા રેસીલા ઓનિયાંગોએ આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે આ બોર્ડીંગ સ્કૂલમાં 14 વર્ષ સુધીનાં 4 બાળકોને લેવામાં આવે છે.નીએરી કાઉન્ટીના કમીશનર પાયસ મુરૂગુએ અને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે જે બિલ્ડીંગમાં વિદ્યાર્થી રહે છે તે ત્રણ માળનું બિલ્ડીંગ છે. તેમાં 150 વિદ્યાર્થીઓ રહે છે. મોટા ભાગનાં મકાનો પાટીયાનાં જ બનેલાં હોઈ આગ ઝડપભેર ફેલાઈ જાય છે.
Reporter: