મણિપુર: અહીંના જિરીબામ જિલ્લાથી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 7 નવેમ્બર ગુરુવારની રાત્રે એક 31 વર્ષીય આદિવાસી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને જીવતી ફૂંકી મરાઈ.
આ દરમિયાન હથિયારબંધ હુમલાખોરોએ ગામમાં તાબડતોડ ફાયરિંગની સાથે લૂંટ અને આગ લગાડી. હુમલાખોરોએ 17 ઘરોને સળગાવીને રાખ કરી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પીડિતાની સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.પોલીસે એફઆઈઆરમાં 'વંશીય અને સમુદાયના આધારે દુષ્કર્મ અને હત્યા' નો ઉલ્લેખ કર્યો છે. પીડિતાના પતિએ પોલીસને ફરિયાદ કરી અને જણાવ્યું કે આ કૃત્ય ગેરકાયદેસર ઘૂસણખોરો તરફથી કરવામાં આવ્યુ હતુ પરંતુ હુમલાખોરોની ઓળખ અત્યાર સુધી થઈ શકી નથી.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શંકા છે કે હુમલાખોર મણિપુરના સ્થાનિક વિસ્તારોથી હોઈ શકે છે.ઈન્ડિજિનસ ટ્રાઈબલ એડવોકેસી કમિટી (ITAC) એ નિવેદન જારી કરી કહ્યું કે હુમલાખોરોએ ગામમાં ઘૂસતાં જ ઘરોમાં આગ લગાડી દીધી અને ફાયરિંગ કર્યું. આ દરમિયાન ગામના લોકો જીવ બચાવવા માટે જંગલ તરફ ભાગવા લાગ્યા પરંતુ એક મહિલા ફસાઈ ગઈ અને તેની બર્બરતાથી હત્યા કરી દેવાઈ. આ ઘટના મણિપુરમાં જારી જાતિગત સંઘર્ષની વધુ એક ભયાવહ ઘટના બની ગઈ છે.
Reporter: admin