વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાનીના આપઘાતનો મામલો શહેરમાં ચકચાર મચાવી છે .
ગઈકાલે રાત્રે પોતાના ઘરે પોતાની લાયસન્સ ગનથી આપઘાત કર્યો હતો.મૃતક પી વી મુરજાનીના ભત્રીજાએ કહ્યું હતું કે , મારા કાકાએ મોબાઈલમાં જે મેસેજ કર્યો તે સાચી હકીકત છે.કોમલ અને સંગીતાબેન ઉપર અમને શંકા છે. આ ઘટના અંગે કોર્ટ અમને ન્યાય અપાવશે, કોર્ટ પર અમને વિશ્વાસ છે.માનસિક ત્રાસ અને માતા પુત્રીના દબાણના ત્રાસથી અંતિમ પગલું ભર્યું છે.મારા કાકાને ન્યાય મળવો જોઈએ.
સાવકી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે મારા કાકાએ આપઘાત કર્યો છે.જાગૃત નાગરિક ઓફિસની પ્રોપર્ટી પણ પડાવી લેવા પ્રેશર કરતા હતા. સ્યુસાઇડ નોટના આધારે પોલીસતપાસ કરી રહી છે.પુરષોત્તમ મુરજાનીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી તેમ જગદીશ મુરજાની - મૃતકના ભત્રીજા એ જણાવ્યું હતું.
Reporter: admin