વડોદરા શહેરમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા બે કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
કરુણા એમ્બ્યુલન્સ સેવાએ તા. ૬ ઓક્ટોમ્બરના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે.વડોદરા શહેરમાં છેલ્લા સાત વર્ષમાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૫૭,૯૮૩ જેટલા અબોલ પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી છે.જે પશુઓ માટે સંજીવની સમાન સાબિત થઈ છે. વડોદરા શહેરી વિસ્તાર માટેની EMRI Green health servicesની કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ રવિવારે સાત વર્ષ પૂર્ણ કર્યા છે.
આ સાત વર્ષમાં અબોલ અને બિનવારસી અને નિરાધાર પશુઓની નિઃશુલ્ક સારવાર કરી ૫૭૯૮૩ પશુ અને પક્ષીઓના અમૂલ્ય જીવ બચવામાં આવ્યા છે.વડોદરા કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ડો. અંશુલ અગ્રવાલ, ડો.ચિરાગ પરમાર, આર.જે.ડી. પી .એસ. ડામોર, ડો. પંકજ પટેલ તથા પાયલોટ સ્ટાફ રતનસિંહ રાઠોડ ,જયેશ બારીયા, ધર્મેન્દ્રભાઈ, પ્રોગ્રામ મેનેજર ડો.પંકજ મિશ્રા, જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી સાથે રહીને સાત વર્ષ પુરા થયાની ઉજવણી કેક કાપી કરવામાં આવી હતી.
Reporter: admin