રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ વડોદરા શહેર વિસ્તારના અબુલા પશુ પક્ષીઓ ઓની સારવાર માટે કાર્યરત છે.
વડોદરાના કલાલી વિસ્તારમાં એક શ્વાનને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જોતા કનું ભાઇ મકવાણાએ ૧૯૬૨ ઇમરજન્સી સેવાનો મદદ માટે કોલ કર્યો હતો.કોલ મળતા તરત જ એમ્બ્યુલન્સના ડો.અંશુલ અગ્રવાલ અને પાયલોટ જયેશભાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.ડો.અંશુલ અગ્રવાલે શ્વાનનું નિરીક્ષણ કરતા શ્વાનને પેટના ભાગમાં અણીદાર વસ્તુથી ઊંડો ઘા પડ્યો હતો અને લોહી પણ નીકળતું હતું. પગના ભાગમાં પણ ઈજા હતી ડોક્ટરે જોતા તાત્કાલિક સારવાર ચાલુ કરી નાનું સર્જીકલ ઓપરેશન કરી ઈજા પામેલ ભાગ પર ટાંકા લઈ ડ્રેસીંગ કરવામાં આવ્યું હતું. જરૂરી એન્ટિબાયોટિક દવા આપી પીડા મુક્ત કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ ૧૯૬૨ કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા EMRI GREEN HEALTH SERVICES ની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી તથા ખુબ જ આભાર માનતા ભવિષ્ય માટે ની શુભકામનાઓ પાઠવી હતી. વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડો. પંકજ મિશ્રાએ ટીમની પ્રસંશા કરી હતી.
Reporter: admin