કચ્છ : ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ વધી રહી છે. કચ્છ જિલ્લાના ગાંધીધામના ખારીરોહર નજીકથી ફરી એકવાર બિનવારસી હાલતમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે.
રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. તેમ છતાં ડ્રગ્સની હેરાફેરી, વેચાણ અને સેવન અટકવાનું નામ નથી લઈ રહ્યું.પૂર્વ કચ્છના એસપી સાગર બાગમરના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારીરોહર સીમમાં આવેલા તળાવ નજીક બાવળની ઝાડી નીચે બિનવારસી હાલતમાં 10 પેકેટ કોકેઈનના મળી આવ્યા હતા.
જેમાં અંદાજિત 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન ઝડપ્યું છે. જણાવી દઈએ કે, અહીંથી સમુદ્રની ખાડી માત્ર દોઢેક કિલોમીટર દૂર છે. બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. જ્યારે FSLની ટીમે વૈજ્ઞાનિક પરીક્ષણ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.
Reporter: admin