News Portal...

Breaking News :

ગીર સોમનાથ : જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના બે નેતાઓને ત્યાં GSTના દરોડા પાડવામાં આવ્યાં છે.

2024-10-07 16:28:33
ગીર સોમનાથ :  જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના બે નેતાઓને ત્યાં GSTના દરોડા પાડવામાં આવ્યાં છે.


મળતી માહિતી પ્રામણે GSTની આઠથી વધુ ટીમ દ્વારા રાજ્યમાં ગીર સોમનાથ, ભાવનગર સહિત 13 સ્થળો પર ગેરકાયદે બાંધકામ અને ટેક્સ ભરવામાં ગડબડ કરનારા સામે તપાસ હાથ ધરવામાં આવી છે. 


ભાવનગરની એક કન્ટ્રક્શન કંપનીમાં અમદાવાદ એસઓજી પોલીસ અને GSTની સયુંક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં. ભાવનગર બોગસ બિલિંગનું હબ છે. GSTને લગતી પોલીસ ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ છે, તેના પગલે પોલીસ અને GSTની સયુંક્ત તપાસ હાથ ધરાઈ. 


અમદાવાદ એસઓજી પોલીસે વાઘાવાડી રોડ પરના સુરભી મોલમાં આવેલી ઓમ કન્ટ્રક્શન કંપની ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મળતી માહિતી મુજબ, સમગ્ર મામલે પોલીસે 420, 406, 409 કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post