સુરત : ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક જોવા મળી રહી છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ પાણીની આવક થઈ રહી છે.
બીજી તરફ પાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર હતો. સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છે અને રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયાં છે.ઉધના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા. ત્રણથી ચાર ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા. ઉધના યાર્ડમાં ઉધના ધાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ડબ્બા ઉતરી ગયા હતા.
ગાડી ખાલી હોવાના કારણે કોઈ દુર્ઘટના ઘટી નહીં. ઉધના યાર્ડના મોટા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓએ તુરંત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાવી ગાડી પાટે ચડાવી હતી. ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી છે.
Reporter: admin