વડોદરામા ચોરીના બનાવો વધી ગયા છે. હાલ વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ જય પ્રકાશ નારાયણ સોસાયટીના મકાન નંબર 13 માં તસ્કરો ત્રાટક્યા હતા.
આ સમય દરમિયાન ઘર માલિક જશવંતભાઈ પોતાની દીકરીને મુંબઈ એરપોર્ટ પર ગઈકાલે સવારે છોડવા ગયા હતા રાત્રે પાછા આવતા મુખ્ય દરવાજો તૂટેલો જોયો.તેમણે ઘરની અંદર જોયું તો તિજોરી પણ તોડેલી હતી. ઘરમાં રોકડ રાખી હતી એ સહીત સોના ચાંદીના દાગીના,ચાર તોલા સોનું, 90,000 રોકડા ચોરી થયા હતા.
ચોરીની ઘટના બનતા સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી તપાસ હાથ ધરી છે. ફરિયાદીના કેવા પ્રમાણે ચોર મોઢા પર માસ પહેરીને આવ્યા હતા જેથી ઓળખી શક્યા નહીં અને બાઈક પર સવાર થઈને આવ્યા હતા, આ માહિતી સોસાયટીના સીસીટીવી માં નજરે દેખાય છે, હાલ પોલીસે તપાસ હાથ ધરી છે
Reporter: admin