વડોદરા શહેરમાં આવેલ વેમાલી ગામના લોકોને સ્મશાનથી સ્વર્ગમાં જવાનો રસ્તો જ નથી.વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસ લક્ષી બજેટ રજૂ કરવામાં આવે છે અનેક કામો કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવે છે.
શહેરમાં આવેલ ઉત્તર ઝોન વિસ્તારમાં રોજે રોજ ભુવા ખાડા પડી રહ્યા છે પરંતુ વેમાલી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે વેમાલી ગામ થી વેમાલી સ્મશાન ગૃહ જવાનાં માર્ગનું નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી.ત્યારબાદ થોડોક રોડ બનાવવા આવ્યો હતો ત્યારબાદ કામગીરી બંધ થઈ ગઈ હતી એટલે કંઈક ને કંઈક આ રોડ માં ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વેમાલી વિસ્તારમાં ટુંક સમય પહેલાં પણ અવસાન થયું હતું ત્યારે તો સ્મશાન યાત્રા ટ્રેક્ટર માં લઇ જવી પડી હતી અને ટ્રેકટર પણ ફસાઈ ગયું હતું.
ત્યારે પણ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોમાં માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે જો કોર્પોરેટર અથવા ધારાસભ્ય, સાંસદનાં ઘરમાં દુઃખદ ઘટના ઘટી હોય તો તાત્કાલિક યુધ્ધના ધોરણે રાતોરાત રોડ બની ગયો હોત પરંતુ ગરીબ મધ્યમવર્ગના લોકો ટેક્ષ્ટ વેરા ભરી રહ્યા છે છતાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ગ્રામપંચાયતમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કર્યા બાદ પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા છે. આ રોડ 48 કલાકમાં કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ધમકી આપી હતી.
Reporter: