સાવલી તાલુકાના રાણીયા પંથકમાં આવેલ પરથમપુરા ખાંડી પાસે પસાર થતી મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ પર દરોડો પાડીને સાત ડમ્પર અને એક ટ્રેક્ટર સહિત લાખો રૂપિયાનો મુદ્દા માલ ખાણ ખનીજ વિભાગે કબજે કરીને ભાદરવા પોલીસ મથક ના હવાલે કર્યો છે
મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે અને ખનન માફિયાઓ બેફામપણે તાલુકાની ખનીજોની ચોરી કરી રહ્યા છે અને આ બાબતે મહી નદી બચાવો અંતર્ગત આ વિસ્તારના પંથકવાસીઓએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને કડક હાથે કાર્યવાહી કરવાની રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ અધિકારીઓની મિલીભગત અને રાજકીય પીઠબડના પગલે ખનીજ માફિયાઓ બિન્દાસ પણે ખનીજ ચોરી કરી રહ્યા છે અને સરકારને તિજોરીને કરોડોનો ચૂનો ચોપડી રહ્યા છે ભૂતકાળમાં ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓ પર હુમલા કરવાના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાવા પામ્યા છે તેવામાં સાવલીના રાણીયા પંથકમાં પ્રથમ પુરા ખાંડી ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં રેતી ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો પર ખાન ખનીજ વિભાગ દ્વારા રેડ કરીને સાત ડમ્પર અને એક ટ્રેક્ટર સહિતનો લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ વાહનો ભાદરવા પોલીસ મથક ને હવાલે કર્યો છે
જાણવા મળ્યા મુજબ વાહનોના સીઝ કરવા મુદ્દે ભાદરવા પોલીસ મથકે વધુ કોઈ વિગત પ્રાપ્ત થઈ શકી નથી ખાણ ખનીજ વિભાગ માત્ર વાહનો અને તેમની ચાવીઓ જ પોલીસ મથકે સોંપી છે તેવું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આશરે સાતેક માસ અગાઉ ખાણ ખનીજની વિજિલન્સની ટીમ પર પરથમ પુરા હુમલો થયો હતો અને અધિકારીઓની ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા અને અધિકારીઓને લોહીલુહાણ કરવામાં આવ્યા હતા જેની ભાદરવા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી હતી તેમ છતાંય ફરીવાર રેતી ખનન ચાલુ થઈ જતા ખનીજ માફીઆઓ ફરીવાર ખનીજ ચોરી મુદ્દે સક્રિય થઈ ગયા છે જ્યારે લાખોનો મુદ્દામાલ સીઝ કરવા મુદ્દે તાલુકાના ખનીજ માફીઆઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તસવીરમાં સાવલીના પરથમ પુરા ખાંડી મહી નદીમાં ગેરકાયદેસર ખનન કરતા વાહનો ખાન ખનીજ વિભાગે કબજે કર્યા ની તસ્વીરો નજરે પડે છે
Reporter: admin