જાંબુઘોડા ઊંચાપાન રોડ ઉપર રેતી ભરેલા ટેક્ટરે બાઈક ચાલકને પાછળથી ટક્કર મારી ટ્રેક્ટર રોડ પાસે આવેલા ખેતરના કુવામાં ખાબકયુ.
પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા ડુંગરવાટ રોડ ઉપર આવેલા બોડેલી તાલુકાના ઉચાપાણ ગામ પાસે રેતી ભરેલા ટેક્ટર ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા બાઈક સવારનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ મોતને ભેટનાર બોડેલી તાલુકાના ઉંચાપાના ગામના ડુંગરી ફળિયામાં રહેતા વિપુલભાઈ ચન્દ્રસિંહ રાઠવા ઉ.વર્ષ ૨૮ પોતાના ઘરેથી સવારના આશરે ૭:૦૦ વાગ્યાની આસપાસ ઊંચાપાન નજીક આવેલા કાંટવી ગામે પોતાની સાસરીમાં પોતાની બાઈક લઈને જવા નીકળ્યા હતા ત્યારે હજી તો ઘરથી માંડ બે કિલોમીટર પહોંચ્યા હશે ત્યારે પાછળથી કાળ બનીને પૂરપાટ આવી રહેલા રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે વિપુલભાઈ ની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક વિપુલભાઈનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું જ્યારે આ અકસ્માતમાં બેદરકારીથી હંકારી રહેલા ટ્રેક્ટર ચાલકે અકસ્માત બાદ સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ખેતરના કૂવામાં ટ્રેક્ટર અડધે સુધી ઉતરી ગયું હતું જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઈ જવા પામ્યો હતો આ અકસ્માતની જાણ ઊંચાપાન ખાતે થતા ઉંચાપાન ગામના તેમજ આજુબાજુ ગામોના ગ્રામજનો સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા જ્યારે આ અકસ્માતમાં મોતને ભેટનાર વિપુલભાઈ રાઠવા ના પરિવારજનો પણ સ્થળ ઉપર આવી પહોચ્યા હતા અકસ્માતમાં વિપુલભાઈ નું મોત થતા પરિવારના લોકો ના આક્રદ થી આખો વિસ્તાર માં શોક છવાઈ જવા પામ્યો હતો
આ અકસ્માત થતા ઊંચાપાનના ગ્રામજનો તેમજ મૃત્યુ પામનાર વિપુલભાઈ ના પરિવાર દ્વારા જ્યાં સુધી બે રોકટોક અને બે નંબરમાં ચાલતા રેતીના સ્ટોકોમાં બિન પરવાનગી વાળા ટ્રેક્ટર ઓ તેમજ રેતી ભરેલી મોટી ટ્રકોને બંધ કરવામાં નહીં આવે તો અમે વિપુલભાઈ ના મૃતદેહને અહીંયા થી ઉઠાવીએ નહીં ની જીદ લઈને બેઠા હતા ત્યારે ત્યાં હાજર ગ્રામજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બોડેલી પોલીસને સવારના આઠ વાગ્યાથી કોલ કરેલો હતો તેમ છતાં તાત્કાલિક પોલીસ ન આવતા કોઈ આગેવાન દ્વારા 100 નંબર ઉપર ફોન કરતા પોલીસની ગાડીમાં એક પોલીસ કર્મી તેમજ ડ્રાઇવર આવી પહોંચ્યા હતા જ્યારે ૧૦ વાગ્યા બાદ બોડેલી પોલીસ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે આ અકસ્માત નો વિવાદ વધતા ગામજનો તેમજ પરિવારજનો દ્વારા ઉચ્ચ અધિકારીઓને તેમજ ખાણ ખનીજ વિભાગ ને પણ ઘટના સ્થળે બોલાવો ની જીદ લઈને બેઠા હતા ત્યારે બોડેલી મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચ્યા હતા સવારના સાડા સાત વાગ્યાના બનાવમાં બપોરના બે વાગ્યા સુધી પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિવારને સમજાવવા છતાં મૃતકની લાશને ત્યાંથી ઉઠાવવાનો ઇનકાર કરી દેતા પોલીસ પણ વિમાસનમાં પડી ગઈ હતી જ્યારે ગામના આગેવાનો તેમજ પોલીસની ભારે સમજાવટ બાદ આખરે મૃતકના પરિવારજનો ત્યાંથી ખસેડવા તેમજ પોસ્ટમોર્ટમ માટે લઈ જવા તૈયાર થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો જ્યારે બપોરના અઢી થી ત્રણ વાગ્યાના સમય ગાળા દરમ્યાન મૃતકની લાશને બોડેલી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી
Reporter: admin