News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન રક્તપિતના કુલ ૫૮ દર્દીઓ મળી આવ્યા:દર્દીઓની તાત્કાલીક સારવાર શરુ કરાઈ

2024-07-16 17:45:05
વડોદરા જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન રક્તપિતના કુલ ૫૮ દર્દીઓ મળી આવ્યા:દર્દીઓની તાત્કાલીક સારવાર શરુ કરાઈ


વડોદરા જિલ્લામાં રક્તપિતના દર્દીઓને શોધી, તેમને સારવાર પર મૂકી સમાજમાં રક્તપિતના ચેપનો ફેલાવો અટકાવવા માટે વડોદરા શહેર જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


આ અભિયાનમાં દરમિયાન આઈ.ઈ.સી.એકટીવીટી દ્વારા લોકોને રકતપિત્તની જાણકારી આપી રકતપિતના દર્દીઓ પ્રત્યે ભેદભાવ નાબૂદ થાય તેવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.આ ઝુબેશ દરમ્યાન ૧૬૮૭ ટીમો દ્વારા કુલ-૬,૦૭,૨૩૪ ઘરોની મુલાકાત લઈને ૨૩,૬૮,૩૧૬ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.જેમાંથી રક્તપિતના ૨૦૫૩ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા.આ શંકાસ્પદ દર્દીઓની મેડીકલ ઓફિસર અને જિલ્લા રક્તપિત ટીમ દ્વારા સઘન તપાસણી કરતાં રક્તપિતના કુલ ૫૮ દર્દીઓ મળી આવ્યા છે.જેમાં ૨૨ દર્દીઓ પી.બી (બીને ચેપી પ્રકારના જ્યારે ૩૬ દર્દીઓને એમ.બી (ચેપી) દર્દી મળી આવ્યા હોવાનું જિલ્લા રક્તપિત અધિકારી ડો.શૈલેષ સુતરીયાએ જણાવ્યું છે.


રક્તપિત દર્દી શોધ ઝુંબેશ અંતર્ગત મળી આવેલ દર્દીઓની તાત્કાલીક સારવાર શરુ કરી દેવામાં આવી છે, તેમજ તેમના કુટુંબના સભ્યોની પણ સધન આરોગ્ય તપાસ કરી, સીંગલ ડોઝ રીફામ્પીસીન ગળાવી ચેપ મુક્ત કરવામાં આવ્યા છે.જિલ્લા રકતપિત અધિકારી ડો.શૈલેષ સુતરીયાના જણાવ્યા પ્રમાણે આ ઝુંબેશના કારણે ઘણા છુપાયેલા કેસો શોધી કાઢવામાં આવ્યા છે.રકતપિત અંગે લોકોમાં જાગૃતિ લાવી રકતપિત મુકત વડોદરા, રકતપિત મુકત ગુજરાત માટે અમારી ટીમ પ્રતિબદ્ધ છે.આ કામગીરીનું સુપરવીઝન અને મોનીટરીગ રાજ્ય ક્ક્ષાએથી સ્ટેટ હેલ્થ સીસ્ટમ રીસોર્સ સેન્ટર ગાંધીનગર અને મેડીકલ કોલેજ,વડોદરાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.જેથી ઉચ્ચ ગુણવતાયુક્ત કામગીરી કરવામાં આવી છે.

Reporter: admin

Related Post