આજ રોજ શૈલેષભાઈ મહિસુરી સામાજિક કાર્યકર્તા ને બપોર ના સમય માં કોલ આવ્યો અને એક વૃદ્ધ એસ એસ જી.હોસ્પિટલ ની પાછળ જેલ રોડ પર ના ડીવાઈડર પર નિર્વસ્ત્ર હાલતમાં આમતેમ આંટા મારી રહ્યા છે અને બહુજ ખરાબ સ્થિતિમાં છે
આ તમામ માહિતી મળ્યા બાદ પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ વરસાદ પડતો હોવા છતા સર્વ મનાવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી દાદા ને રોડ પર ના ડીવાઈડર પર થી લઇ ને સડકના કિનારે બેસાડી સૌ પ્રથમ તેઓને અમારી ટીમ ના કાર્યકર્તા અમ્રતભાઈ પરમાર અને વિજયભાઇ મારવાડી દ્વારા નવડાઇ ને સ્વચ્છ કપડાં પેહરાવ્યા ત્યાર બાદ હેલ્પ ડ્રાઇવ ફાઉન્ડેશન ની એમ્બ્યુલન્સ મારફતે સેલ્ટર હોમ માં મોકલાવી દીધા.અમારી તમને નમ્ર અપીલ છે કે જો તમારી આસપાસ કે ગમે ત્યાં આવા નિઃસહાય નિરાધાર વ્યકિત દેખાય તો અમારી સંસ્થા સર્વ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો સંપર્ક કરવો.
વિષ્ણુવાઘેલાઃ
8511462786
શૈલેષ મહીસુરી.
(સામાજીક કાર્યકર્તા )
98256 26207
Reporter: admin