News Portal...

Breaking News :

આવતી કાલે ચૈત્રી બુધવારી અમાવસ્યા અને સૌભાગ્ય યોગ ભરણી નક્ષત્ર નો અનોખો સંયોગ

2024-05-06 19:20:18
આવતી કાલે ચૈત્રી બુધવારી અમાવસ્યા અને સૌભાગ્ય યોગ ભરણી નક્ષત્ર નો અનોખો સંયોગ


આવતીકાલે બુધવારે ચૈત્રી અમવસ્યા આજે પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર અમાવસ્યા ના દેવ પિતૃ દેવ છે અને શાસ્ત્ર માં લખેલું છે કે મનુષ્ય જીવન નું આયુષ્ય,સંતાન,વૈભવ,સુખ, આનંદ, માન,સમ્માન,પ્રતિષ્ઠા, કેવલ પિતૃ કૃપાથી પ્રાપ્ત થાય છે  ખાસ કરી ને આજ ના દિવસે નદી સંગમ   સ્થાન માં સ્નાન કરવું ,ગાય ને ગૌ ગ્રાસ નાખવો,બ્રહ્મનો ને પોતાની બહેન અને ભાણેજ ને વસ્ત્ર,અન્ન, સુવર્ણ ચાંદી ઈત્યાદિ દાન કરવું વિશેષ લાભ કારી જે જાતકો ને પિતૃ દોષ હોય તે દરેક જાતકો એ આજ ના દિવસે દૂધ વાળો ભાત જેને પાયસ કહેવાય તેમાં એક ચમચી મધ અને ઘી ઉમેરી ગાય ને ખવડાવું જો કાળી ગાય દેખાય તો સર્વ શ્રેષ્ઠ જે જાતકો ને દરિદ્રતા હોય લક્ષ્મી સ્થિર રહેતી ના હોય વ્યાપાર માં અવરોધ આવતો હોય ભય ચિંતા રહેતી હોય તે દરેક જાતકો એ આજ ના દિવસે પીપળે કાળા તલ,દૂધ અને પાણી અર્પણ કારી પીપળા ની સાત પ્રદક્ષિણા ૐ નામો ભગવતે વાસુદેવાય મંત્ર બોલી ફરવી લાભ કારી રહે આજ ના દિવસે વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરવા લાભ કારી રહે અને જો કોઈ મંત્ર ના ફાવે તો ૐ નામો ભગવતે વાસુદેવાય આ મંત્ર ના જાપ કર્યા કરવા લાભ કારી રહે આજ ના દિવસે દાન નું વિશેષ મહત્વ છે 


આજે બુધવાર અને અમાવસ્યા હોવાથી ભગવાન વિષ્ણુ સાથે  શિવજી ના પૂજન અર્ચન નું ખૂબ મહત્વ છે આજ ના દિવસે વિદ્વાન બ્રાહ્મણ જોડે શિવ પૂજન અર્ચન અભિષેક કરાવવા જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ કરવા જોઈએ ખાસ કરી ને ભગવાન શિવ ને કાળા તલ દૂધ અને પાણી અર્પણ કરવાથી ગ્રહો ના અશુભ ફળ માંથી રાહત પ્રાપ્ત થાય છે 


બાર રાશિના જાતકોએ બુધવારી અમવાયા માં અચૂક કરવાલાયક દાન
મેષ રાશિ  ગોળ નું દાન કરવું ગાય ને ગોળ ખવડાવવું
વૃષભ રાશિ ગરીબ વૃધ્ધ ને ભોજન કરાવવું ગાય ને ખીર ખવડાવવી
મિથુન રાશિ અનાથ બાળકો ને ભણતર ની વસ્તુ દાન કરવી ગાય ને લીલું ઘાસ ખવડાવવું
કર્ક રાશિ બ્રહ્મણ ને ભોજન નું કાચું અન્ન પરિવાર જમે એટલું આપવું અને શક્તિ હોય તો વિશેષ આપવું લાભ કારી સાથે ગાય ને ઘી ગોળ ખવડાવું લાભ કારી રહે 
સિંહ રાશિ  મધ નું દાન જે શરીર થી અશક્ત હોય તેને કરવું સાથે ગાય ને મધ વાળી રોટલી ખવડાવવી 
કન્યા રાશિ  બ્રહ્મણ ને વસ્ત્ર દાન કરવું સાથે મિષ્ઠાન આપવું ગાય ને પણ ઘી યુક્ત ભાત આપવો
 તુલા રાશિ વિષ્ણુ મંદિર અને શિવ  મંદિર માં અત્તર નું દાન કરવું સાથે ગાય ને લીલું ઘાસ ખવડાવવું
વૃશ્ચિક રાશિ ગરીબ વૃદ્ધ દંપતી ને ભોજન કરાવી વસ્ત્ર દાન કરવું સાથે ગાય ને ફળ ખવડાવવા
ધન રાશિ નવ વર્ષ થી નાની ગરીબ ઘર ની કન્યા ને વસ્ત્ર,અન્ન,અને એ કન્યા રાજી થાય એ વસ્તુ આપવી સાથે ગાય ને કેળા ખવડાવવા
મકર રાશિ  ભાત ની ખીર બનાવી એમાં મધ નાખી કાળી ગાય ને ખવડાવવું
કુંભ રાશિ. અન્ન નું દાન ગરીબ વૃદ્ધ પુરુષ ને કરવું અને જો કોઈ બીમાર ગરીબ વૃદ્ધ દેખાય તો તેને દવા એટલે ઓશધી નું દાન કરવું જેનાથી તેની પીડા ઓછી થાય ગાય ને ઘાસ ખવડાવું
મીન રાશિ બ્રહ્મનો ને પુસ્તક,વસ્ત્ર,અને અન્ન નું દાન કરવું લાભ કારી રહે સાથે ગાય ને લાડુ ખવડાવવા લાભ કારી રહે

Reporter: News Plus

Related Post