આ બનાવા માટે 2 પેકેટ ગ્લુકોજ બિસ્કિટ, એક ચમચી કોકો, બે ચમચી ડ્રિન્કીંગ ચોકલૅટ, 100 ગ્રામ માવો,100 ગ્રામ દરેલી ખાંડ, 100 ગ્રામ કોપરાનું છીણ, દૂધ પ્રમાણસર જરૂરી છે.
પ્રથમ બિસ્કિટનો ભૂકો કરી લેવો. કોકો, ચોકલેટ અને બિસ્કિટના ભુકાને ચાળી લેવું. ત્યારબાદ માવો છીણીને તેમાં દરેલી ખાંડ અને કોપરાનું છીણ મિક્ષ કરવું. થોડુક છીણ રાખી લેવું. બિસ્કિટના ભુકા અને માવાના મિશ્રણમા થોડું દૂધ ઉમેરી બેટર બનાવવુ અને રોલ વાળી તેણે કોપરાના છીણ મા ભેળવવા.
જો કોઈને માવો પસંદ ન હોય તો માવાને બદલે મલાઈ નાખી રોલ વાળી શકો.આ રીતે એકદમ સરળતાથી ઘરે કોકો રોલ બનાવી શકાય છે.
Reporter: admin