વડોદરા મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે 15 દિવસ સુધી આ ઝુંબેશ ચાલશે ત્યારે આજે બીજા દિવસે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા.
વડોદરા નગર સ્વચ્છ નગર બને તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન 2.0 લોન્ચ કરવામાં આવ્યું હતું. 1 જુન થી 15 જૂન સુધીમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે અને તેનીમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ ચુમ્બેશ શરૂ કરવામાં આવશે આજે બીજા દિવસે શહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ થી પાંચ કિલોમીટર વિસ્તારમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. દુમાડ ચોકડી, ગોલ્ડન ચોકડી, સંગમ ચાર રસ્તા સહીત વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય દંડક બાલુ શુક્લ, લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, એન જી ઓ,કોર્પોરેટર અને પાલિકા નાં અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમા વડોદરા મહાનગરપાલિકાના વિવિધ કાર્યો તેમજ કર્મચારીઓ જોડાયા હતા અને અભિયાનને સફળ બનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર સ્વચ્છતાના મામલે અન્ય શહેરોની સરખામણીએ ખૂબ પાછળ છે ત્યારે વડોદરા શહેરમાં સ્વચ્છતા અંગે લોકોએ પણ જાગૃત થવાની ખૂબ જરૂરિયાત છે.
Reporter: News Plus