News Portal...

Breaking News :

સ્નેપચેટ આઈડી હેક કરી ફોટા-વિડીયો વાઇરલ નહિ કરવા નાણાની માંગણી કરતા વડોદરાના ઇસમની ધરપકડ

2024-06-02 20:28:28
સ્નેપચેટ આઈડી હેક કરી ફોટા-વિડીયો વાઇરલ નહિ કરવા નાણાની માંગણી કરતા વડોદરાના ઇસમની ધરપકડ


શહેરમાં સ્નેપચેટ આઈડી હેક કરીને ફોટો વિડીયો વાયરલ નહિ કરવા  માગ કરતા વડોદરાના યુવાનની શહેર સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. 



વડોદરા સાયબરક્રાઇમના કિસ્સાઓ અવનવા જોવા મળી રહ્યા ચ. સાયબર ક્રાઇમ ફ્રોડ હાલમાં ઘણો ફૂલ્યો ફાલ્યો છે. ઓનલાઇન છેતરપિંડી નાણાં સંબંધી અનેક ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે શહેરમાં ફરિયાદીના સ્નેપચેટ  આઈડી હેક કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ નાણાંની માગણી  પોલીસે ઝડપી પાડ્યો છે. 



સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ફરીયાદ મળી હતી કે ફરિયાદીના  સ્નેપચેટ આઇડીનો કોઇ વ્યક્તિ દ્વારા અનાધિકૃત રીતે એક્સેસ મેળવી લઈ તેના પર કોઇ અજાણ છોકરીનો ફોટો સ્ટોરીમાં મુકવામાં આવ્યો છે . તેમજ ફરિયાદીના મિત્રને ફરિયાદીના હેક થયેલ સ્નેપચેટ આઇડીથી ફરિયાદીના ફોટો અને વિડીયો મોકલી તે ફોટો તથા વિડીયોને વાઇરલ ન કરવાના બહાને ફરીયાદીના મિત્ર પાસેથી પૈસાની માંગણી કરી હતી.  ફરીયાદી એ આ બાબતે ની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માફરિયાદ આપતા પોલીસે  ઇ.પી.કો.કલમ ૩૫૪(ડી) અને આઇ.ટી.એક્ટ કલમ ૪૩,૬૬,૬૬(સી) મુજબ ગુનો દાખલ કર્યો હતો. અને મકરપુરા વિસ્તારમાં રહેતા અમરજીત રામ ભરન પટેલને ઝડપી પાડ્યો હતો. અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Reporter: News Plus

Related Post