વડોદરા : શહેર ની મધ્યમાં શાસ્ત્રી પોળ ખાતે આવેલ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મનોજભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે સંઘ માં ચાતુર્માસ બિરાજમાન મહાસતીજી ઝરણાબાઈની નિશ્રામાં આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા ઘરમાં રોજ બરોજ ની પ્રવૃત્તિ કરતા જયણાપુર્વક કેવી રીતે જીવ હિંસાથી બચી શકાય તેવી નાની નાની બાબતો દ્રષ્ટાંતો દ્વારા અમદાવાદથી પધારેલ વિદ્વાન વક્તા CA શ્રેયાસભાઈ છાજેડ સમજણ આપી હતી.તેમના દ્વારા આ ૨૩૧ મી આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ઘરના ઘણાં સાધનો નું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.વધુમાં આજે CA શ્રેયાસભાઈ છાજેડે જણાવ્યું કે મોબાઈલ થી આજની યુવા પેઢી ને અને નાની નાની બાલિકાઓ લવ જૈહાદમાં ફસાઈ જાય છે જેના ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
જુદા જુદા પોસ્ટર પ્રદર્શની પણ યોજાઈ હતી.દરમિયાનમાં સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ પુનાતરે જણાવ્યું કે આજે ધોરણ ૮ માં ભણતી હાર્દી સ્વપ્નીલ શાહે આટલી નાની ઉંમરમાં વર્ષી તપ કર્યો હતો તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.હવે ચાતુર્માસ પુર્ણ કરી મહાસતીજી વડોદરામાં જુદાં જુદાં સંઘો તથા શ્રાવકોને ત્યાં પગલાં કરશે અને પછી વલસાડ તરફ વિહાર કરશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: admin