વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખામાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ઘટ પડી રહી છે. હાલ શહેરની આશરે 24 લાખની વસ્તીમાં માત્ર 8 જ ફૂડ સેફ્ટી ઓફિસરો છે.
નિયમ અનુસાર દર 1 લાખની વસ્તીએ 1 ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર હોવો જોઈએ. કોર્પોરેશનના વહીવટી વોર્ડની સંખ્યા પણ 12 થી વધીને 19 થઈ છે. અપૂરતા ફુડ સેફટી ઓફિસર હોવાને કારણે દુકાનોમાં ચેકિંગની કામગીરી સઘન થઈ શકતી નથી.
ખરેખર તો વર્ષમાં એકવાર તમામ દુકાનોમાં ચેકિંગ થવું જોઈએ. વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ વડોદરા શહેરમાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ભરવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજુઆત કરી છે.
Reporter: admin