વડોદરા:વડસર ગામ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે.જે 500 વર્ષ જુનુ પૌરાણિક મંદિર હોવાનું મનાય છે. હાલ શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલા ભકતોને મગરોનો ડર પણ લાગી રહ્યો છે.તો બીજી તરફ મગરોનો ખતરો લઇ મહાદેવના દર્શન કરવા ભક્તો જાય છે.
વડોદરા શહેરની હદમાં વડસર ગામ આવેલુ છે.જ્યા કોટેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે.જે આશરે 500 વર્ષ જુનુ પૌરાણિક મંદિર છે.હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે કોટેશ્વર જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે આજુબાજુ મગરો રોડ પર દેખાઇ રહ્યા છે.તો બીજી તરફ કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવતા ભકતોએ પોતાના જીવનો ખતરો લઇ દર્શન કરવા જતા હોય છે .
ત્યારે તંત્રને આ બાબતને ધ્યાન આપવુ જોઈએ. દર્શન કરવા આવતા ભક્તો માટે કોઈ સુવિધા કરવી જોઈએ જેથી ભકતોને દર્શન કરવાનો લ્હાવો મળે. પરંતુ હાલ વિશ્વામિત્રીનુ જળ સ્તર વધતુ જાય છે. ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિર જવાના માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરેલા છે.તેવામાં આજુબાજુ મગર પણ કેમેરામાં કેદ થયો છે.આવી સ્થિતિમાં ભક્તો દર્શન કરવા જવુ પડે છે.
Reporter: admin