News Portal...

Breaking News :

ઇઝરાયેલ પર લેબનોનથી આશરે 30 રોકેટ છોડીને હુમલો કરાયો

2024-08-12 12:17:35
ઇઝરાયેલ પર લેબનોનથી આશરે 30 રોકેટ છોડીને હુમલો કરાયો


લેબનોન: ખાડીમાં હિઝબુલ્લાહએ રવિવારે રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર લેબનોનથી લગભગ 30 રોકેટ છોડીને હુમલો કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. 


ઇઝરાયેલી આર્મી (IDF) એ સોમવારે જણાવ્યું હતું કે રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હોવાથી કોઈનું મૃત્યુ થયું નથી.આઈડીએફના જણાવ્યા અનુસાર, લેબનીઝ વિસ્તારમાંથી ઉત્તરી ઈઝરાયેલના કબારી વિસ્તારમાં રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેના લેબનોનના એવા વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. 


X પર IDF એ પોસ્ટ કર્યું હતું કે, 'છેલ્લી કલાકમાં દેશના ઉત્તરમાં સક્રિય કરાયેલી એલર્ટ ઉપરાંત, લેબનોનના પ્રદેશથી કબારી પ્રદેશ સુધીના લગભગ 30 લૉન્ચ શોધી કાઢવામાં આવ્યા હતા અને ખુલ્લા વિસ્તારોમાં સંખ્યાબંધ ક્રેશ મળી આવ્યા હતા. કોઈ જાનહાનિ નથી.'

Reporter: admin

Related Post