સુરતની ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ માત્ર સોશ્યલ મીડિયામાં જ નહિ હવે ગુનાખોરીમાં પણ ફેમસ થવા લાગી છે. કીર્તિ પટેલ સામે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં રૂ. 2 કરોડની ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભારતમાં ટિક્ટોક એપ્લિકેશન પ્રતિબંધિત છે. પરંતુ ટિક્ટોકથી સુરતની કીર્તિ પટેલ ખુબ નામના મેળવી ચુકી છે.તેની સામે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. સુરતના એક વેપારી પાસેથી તેને તથા તેના સાગરીતોએ રૂ.બે કરોડની ખંડણી માગી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.જો કે,ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગઈ હોવાનું જાણવા મળી રહયું છે. કીર્તિ પટેલ સમયે અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે. તેને અમદાવાદની એક મહિલાને ઘરમાં ઘૂસીને માર મારી હતી.એ પહેલા જૂનાગઢ ખાતે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદના વસ્ત્રાપુરમાં અને જૂનાગઢમાં તેની સામે ફરિયાદ નોંધાઈ ચુકી છે. હવે પુનઃ એકવાર તેની સામે સુરતમાં ફરિયાદ નોંધાતા તે ચર્ચામાં આવી છે
Reporter: News Plus