લોકસભા ૨૦૨૪ચૂંટણીના પરિણામો પૂર્વે શેરબજાર ઓલ ટાઈમ હાઇ જોવા મળ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 76,738 અને નિફ્ટીએ 23,338ની ઊંચી સપાટી બનાવી હતી.હાલમાં સેન્સેક્સ 2000થી વધુ પોઈન્ટના વધારા સાથે 75970 (10:42am)ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
જ્યારે નિફ્ટીમાં પણ 600 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે 23,150 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. શેરબજારમાં આ વર્ષનો આ સૌથી મોટો ઉછાળો છે. અગાઉ 29 જાન્યુઆરીના રોજ સેન્સેક્સમાં 972 (1.76 ટકા) પોઈન્ટનો વધારો થયો હતો.અંબાણી, અદાણી અને સરકારી શેરોમાં જબ્બર ઉછાળો દેખાયો છે.આવતીકાલે પરિણામ NDA તરફી રહેશે તો તોફાની તેજી દેખાય તેમ છે.
આજે ડોલર સામે રૂપિયો 42 પૈસા મજબૂત થયો છે. અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયો 83 રૂપિયા પ્રતિ ડૉલર પર પહોંચી ગયો છે. અગાઉ રૂપિયો પ્રતિ ડોલર 83.42 રૂપિયા હતો.આ પહેલા ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 31મી મેના રોજ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 75 પોઈન્ટના વધારા સાથે 73,961 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 42 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 22,530 ના સ્તર પર બંધ થયો હતો.
Reporter: News Plus