વડોદરા : પાલિકા તંત્ર દ્વારા મકાનોને નિર્ભયતાની નોટીસ પાઠવવામાં આવે તેમ છતાં વડોદરા શહેરમાં છેલ્લા ઘરના સમયથી અનેક વિસ્તારોમાં મકાનો ધરાશે નહિ ઘટનાઓ બનવા પામી છે
ત્યારે શું તંત્ર માત્ર કાગળ પર જ નિર્ભાની કામગીરી દેખાઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે.વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જુના જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈ મોડી સાંજે શહેરના નવાપુરા વિસ્તારનાં ખાટકીવાડ માં એક જૂનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દબાયા હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાને લીધે સ્થળ પર લોક ટોળા એકત્ર થઈ ગયા હતા.
બનાવની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગની ટીમ, એસીપી અશોક રાઠવા અને નવાપુરા પોલીસ નિરીક્ષક સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તૂટી પડેલ મકાન નીચે ફસાયેલ ત્રણે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ કાટમાળ નીચે દબાઈ ગયા હોવાથી તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર હેતુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફસાયેલ વ્યક્તિઓને બચાવવા માટે સ્થાનિક લોકો પણ મદદરૂપ થયા હતા. ફસાયેલ વ્યક્તિઓમાં એક 24 વર્ષની યુવતી હતી અને 16 અને 12 વર્ષના તેના બે ભાઈઓ હતા.
Reporter: admin