News Portal...

Breaking News :

દિવાળી સુધી ખાદ્ય તેલના ભાવ આકાશે આંબશે : રિફાઇન્ડ ખાદ્ય તેલ પરના આયાત કરમાં 20 ટકાનો વધારો ઝિકયો

2024-09-15 11:05:50
દિવાળી સુધી ખાદ્ય તેલના ભાવ આકાશે આંબશે : રિફાઇન્ડ ખાદ્ય તેલ પરના આયાત કરમાં 20 ટકાનો વધારો ઝિકયો


નવરાત્રી અને દિવાળી તહેવારો નજીક આવતા જ તેલના ભાવમાં આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણાને લીધે વેપારીઓએ વધારો ઝીંકી દીધો છે. x


સામાન્ય લોકો માટે તેલ હવે ઘી જેવું મોંઘું બની રહ્યું છે. તેલના ભાવ લોકોના ઘરના બજેટ બગાડી રહ્યાં છે. દિવાળી સુધી તેલના ભાવ આકાશે આંબી જશે તેવું લાગી રહ્યું છે. ભારતે ક્રૂડ અને રિફાઇન્ડ ખાદ્ય તેલ પરના મૂળભૂત આયાત કરમાં 20 ટકાનો વધારો કર્યો છે, સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા ખાદ્ય તેલ આયાતકાર ખેડૂતોને તેલીબિયાંના નીચા ભાવોથી બચાવવામાં મદદ કરવાનો પ્રયાસ કરે છે.આ પગલાથી ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે છે અને માંગમાં ઘટાડો થઈ શકે છે અને ત્યારબાદ પામ ઓઈલ, સોયોઈલ અને સૂર્યમુખી તેલની વિદેશી ખરીદીમાં ઘટાડો થઈ શકે છે.ડ્યુટીમાં વધારાની જાહેરાત પછી, શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ સોયોઇલની ખોટ વધી અને તે 2 ટકાથી વધુ ઘટ્યો છે.નવી દિલ્હીએ શુક્રવારના રોજ સપ્ટેમ્બરથી ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સોયોઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 20 ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યુટી લાદી હોવાનું જણાવ્યું હતું.x


ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. લોકો હવે ગુજરાત સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે, આખરે ક્યાં સુધી આ મોંઘવારીનો માર લોકોને દઝાડશે. હજી ગત ત્રણ દિવસ પહેલા 12 સપ્ટેમ્બરના રોજ તેલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ત્યારે આજે ફરીથી રાજકોટમાં ખૂલતા બજારે તેલના ભાવમાં વધારો થયો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે કેટલો ભાવ વધારો થયો તે જોઈએ. તેલના ભાવમાં આજે વધારો ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. પામતેલના ભાવમાં ૨૪૦ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૧૧૦ રૂપિયાનો વધારો થયો છે. તો સીંગતેલના ભાવમાં રૂપિયા ૪૦નો વધારો કર્યો છે.

Reporter: admin

Related Post