ગત ૪ જૂને સંસદ ભવનના ફ્લેપ ગેટ પર CISF જવાનો રૂટિન પાસ ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન CISFના જવાનોએ 3 મજૂરો કાસિમ, મોનિસ અને શોએબને પકડ્યા હતા.
આ ત્રણેય વ્યક્તિઓ નકલી આધાર બતાવીને PHCમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે, તેઓને ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કામ પર રાખવામાં આવ્યા હતા અને તેઓ આઈજી 7માં MPની લોન્જના બાંધકામમાં રોકાયેલા હતા. ત્રણેય મજૂરોને વધુ તપાસ માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.આ ઘટના બાદ ત્રણેય ત્રણેય લોકો પર બનાવટી અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રણેય તેમના આધાર કાર્ડ બતાવીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન CISF જવાનોને તેમના કાર્ડ શંકાસ્પદ જણાયા હતા.
ત્યાર બાદ જ્યારે આધાર કાર્ડની તપાસ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.અગાઉ પણ કેટલાક યુવાનો સંસદમાં ઘૂસી ગયા હતા, અને સંસદમાં કલરનો સ્પ્રે કર્યો હતો. આ ઘટના બાદ સંસદની સુરક્ષા વધુ મજબૂત કરાઈ હતી. પરંતુ આજે સવારે બનેલી એક ઘટનામાં સંસદની સુરક્ષામાં છીંડા હોવાનું સામે આવ્યું છે. સંસદની સુરક્ષા કરી રહેલા CISFના જવાનો દ્વારા ત્રણ મજૂરોની ધરપકડ કરવામાં આવી. આ ત્રણેય મંજૂરો નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Reporter: News Plus