વડોદરા જિલ્લાના નર્મદા કિનારા ના ચાણોદ-કરનાળી ખાતે આવેલા પૌરાણિક શ્રી કુબેર ભંડારી મહાદેવ ના દર્શન પૂજન નું વિશેષ મહાત્મ્ય છે
કુબેર દાદા ની નિયમિત પાંચ અમાસ ભરવાથી સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થતી હોવાના વિશ્વાસ સાથે શ્રદ્ધાળુઓ પ્રતિ માસની અમાવસ્યાની તિથિએ કુબેર દાદા ના શરણે આવી પોતાનું માથું ટેકવી મનોકામના પૂર્ણ કરતા રહ્યા છે ત્યારે આજરોજ વૈશાખ વદ અમાસની તિથિ હોય દૂર દૂરથી શિવ ભક્તો ની કુબેર દાદા ના દર્શનાર્થે બુધવાર મોડી રાતથી જ ચહલ પહલ શરૂ થઈ છે મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા ને અનુસરી શિવભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી દાદાના પાવન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે ખાસ કરી આજે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ગર્ભગૃહને કેરીના શણગારથી સુશોભિત કરવામાં આવ્યો હોય શ્રદ્ધાળુઓ આ મનોરમ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
Reporter: News Plus