દિલ્હી : શહેરમાં ફાયરિંગની સતત વધી રહેલી ઘટનાઓને કારણે કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
શુક્રવાર રાતથી શનિવાર સુધીના 24 કલાકમાં દિલ્હીમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ બની છે. જેમાં બે લોકોના મોત થયા, જયારે ત્રણ લોકો ઘાયલ થયા. જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં ગોળીબારની 8 ઘટનાઓ બની છે. જેમાં છ લોકોનો જીવ ગયો છે. ગોળીબારની આ ઘટનાઓ બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું દિલ્હીમાં ગેંગ વોર ચાલી રહી છે કે અંગત અદાવતના કારણે આ ઘટનાઓ બની છે.ફાયરિંગની તાજેતરની ઘટના શનિવારે રાત્રે બહારના દિલ્હી વિસ્તારમાં બની. મુંડકા વિસ્તારમાં બાઇક સવાર બદમાશોએ તેમની વિરોધી ગેંગના સભ્ય અમિતની ગોળી મારીને હત્યા કરી દીધી.
બાઇક પર સવાર બદમાશોએ વ્યક્તિ પર 6 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. જે બાદ અમિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લૂંટના કેસમાં અમિત તિહાર જેલમાંથી થોડા દિવસ પહેલા જ છૂટ્યો હતો. તેના પર ટિલ્લુ તાજપુરિયા ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તપાસ ચાલી રહી છે કે આ ગેંગ વોર છે કે અંગત અદાવત છે. પોલીસ સીસીટીવીની મદદથી બદમાશોની ઓળખ કરી રહી છે. પરંતુ દિલ્હીમાં જે રીતે એક પછી એક હત્યાના સમાચાર બહાર આવી રહ્યા છે તેનાથી કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
Reporter: admin