અરવી: ૨૦મી નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી પહેલાં વર્ધા જિલ્લાના અરવી ખાતે એક રેલીને સંબોધતાં ગડકરીએ કહ્યું હતું કે જેમણે પક્ષ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એ ભાજપ પાર્ટી નહીં કે વડા પ્રધાનની કે નહીં તેમની, એ તો કાર્યકર્તાઓની છે.
તેમણે પાર્ટીના કાર્યકર્તાઓનાં યોગદાનની પણ પ્રશંસા કરી હતી. નાગપુરના સાંસદે પોતે જ્યારે કાર્યકર્તા હતા એ દિવસોને યાદ કર્યા હતા. એ વખતે તેઓ વિદર્ભના પડોશી જિલ્લા વર્ધામાં સ્કૂટરમાં આવ-જા કરતા હતા. એ વખતે આ રિજિયનમાંથી ૬૨ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા.
ભારતનાં ૭૫ વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસે ક્યારેય દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી નથી. ગામડાઓમાં ન તો રસ્તા હતા કે ન હતું પીવાનું પાણી.
Reporter: admin