News Portal...

Breaking News :

જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : CISF ના સત્તાવાર આઈડી પર ઇ-મેઈલ આવ્યો

2024-10-04 21:57:32
જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : CISF ના સત્તાવાર આઈડી પર ઇ-મેઈલ આવ્યો



જયપુર:

 અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સીઆઈએસએફના સત્તાવાર આઈડી પર ઇ-મેઈલ મોકલવામાં આવ્યો છે. આ ઇ-મેલમાં જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. હાલ એરપોર્ટ પર CISFના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.સાયબર ટીમ પણ તપાસમાં લાગી



એરપોર્ટ પર ધમકીભર્યો મેલ મળ્યા બાદ તરત જ સુરક્ષા કર્મચારીઓ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)ની ટીમે એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એરપોર્ટ સત્તાવાળા દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓના એલર્ટની સાથે સાયબર ટીમ પણ તપાસમાં લાગી



જયપુર એરપોર્ટ પર બોમ્બની ધમકી મળવા અંગે એસએચઓ સંદીપ બસેરાએ જણાવ્યું હતું કે, સીઆઈએસએફને મેલ દ્વારા એક અલગ જ ધમકી મળી છે. જે ઓલ ઈન્ડિયા એરપોર્ટને ટેગ કરવામાં આવી છે. આ એક પરોક્ષ ધમકી છે. કોઈ સીધી ધમકી નથી.સીઆઈએસએફ અને ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, અમે અમારી સુરક્ષા બેઠક પણ કરી છે.

Reporter: admin

Related Post