યમન : ઈરાનના સર્વોચ્ચ લીડરે વધુમાં કહ્યું કે, ‘આ લોકો એટલે કે ઈઝરાયલ વિશ્વભરના મુસ્લિમોના દુશ્મન છે. તેઓ મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યા છે.
આ લોકો માત્ર આપણા જ નહીં પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે. તેથી જ હું આરબના મુસ્લિમોને વિનંતી કરી રહ્યો છું કે, અમારો સાથ આપો. અમે લેબનોન માટે બધુ જ કરીશું. હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહની રુખસતથી આપણને મોટું નુકસાન થયું છે. અમને નસરલ્લાહની રુખસતથી દુઃખ થયું છે. આવી સ્થિતિમાં મુસ્લિમોએ એક થવું જોઈએ.’ઈઝરાયેલે હિઝબુલ્લા પર હુમલા વધારતા એવું કહેવાય છે કે, ખામેની કોઈ સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. જોકે તેમણે લાખો લોકો સાથે શુક્રવારની નમાજ અદા કરી ઈઝરાયેલ સહિત વિશ્વભરના લોકોને દેખાડી દીધું છે કે, તેઓ કોઈ સુરક્ષિત સ્થળે છુપાયા છે અને ઈઝરાયલના હુમલાથી ડરી રહ્યા નથી.
શુક્રવારની નમાજ અદા કર્યા બાદ સંબોધન કરી મુસ્લિમોને એક થવાની અપીલ કરી છે. તેમના સંબોધન વખતે મસ્જિદ બહાર બે લાખથી વધુ મહિલાઓ કફન સાથે આવી હતી અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.ખામેનીએ આજે દેશને સંબોધન કરતી વખતે કહ્યું કે, ‘આપણે અલ્લાહે બતાવેલા રસ્તા પરથી નહીં હટીયે. દુશ્મન પોતાનું શેતાની શાસન વધારવા માંગે છે, જોકે મુસ્લિમો સાથે રહેશે તો આપણું ભલું થશે. આપણે દુશ્મનોના ઈરાદાઓને નિષ્ફળ બનાવીશું. તેઓ મુસલમાન ભાઈઓમાં દુશ્મની વધારવા માંગે છે. તેઓ પેલેસ્ટાઈ અને યમનના પણ દુશ્મન છે.’
Reporter: admin