News Portal...

Breaking News :

ભારતમાં હવે હાઇડ્રોજન ટ્રેન દોડશે

2024-10-04 16:54:33
ભારતમાં હવે હાઇડ્રોજન ટ્રેન દોડશે


નવી દિલ્હી : ભારતમાં હવે ટૂંક જ સમયમાં હાઇડ્રોજન ટ્રેન દોડશે. જેની માટે જર્મનીની TUV-SUD કંપની ટ્રેનની સલામતીને લઈને સેફ્ટી ઓડિટ કરવા જઈ રહી છે. 


આ બાબતે જાણકાર લોકોનું કહેવું છે કે ટ્રેનનો ટ્રાયલ રન ડિસેમ્બર 2024માં જ શરૂ થઈ શકે છે. આ સાથે ભારત જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનની સાથે આ યાદીમાં સામેલ થશે. આ દેશોમાં પહેલાથી જ હાઈડ્રોજન ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.આ સિવાય હાઈડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટાવર કાર પણ બનાવવામાં આવશે. તેના એક યુનિટ માટેનો ખર્ચ રૂપિયા 10 કરોડથી વધુ થશે. મીડિયા અહેવાલ મુજબ રેલવે શરૂઆતમાં 35 ટ્રેનોનું સંચાલન કરશે. એક ટ્રેનનો ખર્ચ 80 કરોડ રૂપિયા થશે. 


તેના ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે પણ 70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે સિસ્ટમ ઈન્ટિગ્રેટેડ યુનિટ બેટરી અને બે ઈંધણ એકમોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.આ ટ્રેન પહેલા જીંદ-સોનીપત સેક્શન પર દોડાવવામાં આવી શકે છે. હરિયાણામાં ટ્રેનો માટે હાઇડ્રોજન 1 મેગાવોટ પોલિમર ઇલેક્ટ્રોલાઇટ મેમ્બ્રેન ઇલેક્ટ્રોલાઇઝરથી પ્રદાન કરવામાં આવશે જે જીંદમાં સ્થિત હશે. અહીં દરરોજ લગભગ 430 કિલો હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. 3000 કિલો હાઇડ્રોજન સ્ટોરેજની ક્ષમતા પણ હશે.

Reporter: admin

Related Post