ડભોઇ : આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં નશામૂકિત અભિયાન કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોજક અર્ચના પોડે જણાવ્યું હતું પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી "યોગ વિદ્યા"ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડા પ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા સંચાલક ડોક્ટર વંદના કે વસાવા એ જણાવ્યું હતું કે જેના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર પારેખે જણાવ્યું હતું કે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલ સમસ્યા જેમાં ખાસ કરીને યુવાનો માટે કે જે કઈ રીતે સંસ્કારવાન બને, નશામૂકત બને તેવા અલગ અલગ વિષયો સાથે યુવાનો જોડાય ડભોઇ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજોમાં યોગ સંવાદ કાર્યક્રમ અને નશામૂકિત અભિયાન શરૂ કરવામાં આવેલજેમા સીમાબેન તથા રામ નરેશ યાદવ વિગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના વિધાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાય અને નશા યુક્તિ કાર્યક્રમ અને યોગનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
Reporter: admin