News Portal...

Breaking News :

ગુજરાત રાજ્યની પોલીસ ભરતીની જાહેરાતમાં ૧૨ હજાર જગ્યાઓ અને ૧૫ લાખ ઉમેદવારો..!!!

2024-05-19 07:47:16
ગુજરાત રાજ્યની પોલીસ ભરતીની જાહેરાતમાં ૧૨ હજાર જગ્યાઓ અને ૧૫ લાખ ઉમેદવારો..!!!




  અર્થશાસ્ત્ર ની disguised un employment નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે...
  ગુજરાતીમાં કહેવત છે કે બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી.ગુજરાત રાજ્યની પોલીસ ભરતીની જાહેરાતમાં આ કહેવત જાણે કે સાચી પડી છે.૧૨ હજાર જગ્યાઓ માટે ૧૫ લાખ અરજી મળ્યાનો અહેવાલ છે.તો શું ખરેખર રાજ્યમાં આટલી અસહ્ય બેરોજગારી છે ?
   ગુજરાત પોલીસમાં પી.એસ.આઈ.અને લોકરક્ષક ની બારેક હજાર જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી.
   તેને પ્રતિભાવ આપતા અંદાજે ૧૫ લાખ લોકોએ આ જગ્યાઓ માટે અરજીઓ મોકલી આપી.
   વચ્ચે આચાર સંહિતા નડી.એટલે ભરતી પ્રક્રિયા અટકી.એટલે ઓગસ્ટ - સપ્ટેમ્બરમાં ફરીથી અરજીઓ મંગાવવામાં આવશે.કદાચ ત્યારે અરજદારો ની સંખ્યા હાલમાં હતી તેના થી પણ વધી જાય તો નવાઈ નહી ગણાય.
    અરજદારોની આટલી મોટી સંખ્યા પરથી ઘણાં એ એવું તારણ કાઢ્યું કે રાજ્યમાં બેરોજગારી ટોચ પર પહોંચી છે.સરકાર ભલે દાવા કરે પણ રાજ્યના યુવાનો રોજગારી અને નોકરી માટે ફાંફાં મારી રહ્યા છે.
   



જો કે આ માન્યતા સંપૂર્ણ સાચી પણ નથી અને સાવ ખોટી પણ નથી.
   એ કેવી રીતે? તો કહેવું પડે કે રાજ્યના યુવા સમુદાયમાં અને તેમના પરિવારોમાં સરકારી નોકરીઓ નું ઘણું જ આકર્ષણ છે.અને તેમાંય પોલીસ તંત્રમાં સરકારી નોકરીનો ભારે ક્રેઝ છે.
   જો કે હવે સરકારી નોકરીઓ આમ તો કરાર આધારિત થઈ ગઈ છે.પહેલા ૫ વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવી પડે છે તો પણ સરકારી નોકરી બધાનું સપનું હોય છે.એવું પણ કહેવાય છે કે જેની સરકારી નોકરી એને ઝટ મળે છોકરી.એટલે પણ સરકારી નોકરીનો લોભ જાગે છે.
   પરંતુ આ જે લાખો અરજદારો છે તેઓ સાવ બેકાર છે એવું માની લેવું યોગ્ય નથી.આ પૈકીના મોટાભાગના લોકો કોઈને કોઈ નાની મોટી ખાનગી કે અર્ધ સરકારી નોકરીઓ કરતાં જ હોય છે.
   અહીં અર્થ શાસ્ત્રનો disguised unemployment ની વિભાવના લાગુ પડતી હોય એવું લાગે છે.
   



આ સિદ્ધાંત અનુસાર એક પારિવારિક દુકાનમાં ઘરના બે દીકરા સારી રીતે નભી શકે હોય તો પણ ચાર દીકરા દુકાન સંભાળતા હોય તો બે છોકરા અર્ધ બેરોજગાર અથવા છુપા બેરોજગાર ગણાય.એવું જ કાંઈક અહીં થાય છે.
  એવું જોવામાં આવ્યું છે કે ઘણાં ઇજનેરી અને વિજ્ઞાનના,વાણિજ્ય ના સ્નાતક અથવા અનુસ્નાતક, આયુર્વેદિક/ હોમિયોપેથીક તબીબો ને ખૂબ ઓછા વેતનની નોકરીઓ મળે છે.એટલે તેઓ પણ પોલીસ ભરતીમાં અરજી કરે છે.
  સરકારી નોકરીમાં કાયમી નો લાભ છે.પગારની સાથે મોંઘવારી ભથ્થું અને અન્ય ભતથા મળે છે.જૂની પેન્શન યોજના બંધ થઈ છે પણ નવી પેન્શન યોજના અને અન્ય લાભો છે.
  એટલે ખાનગીમાં નોકરી કરનારાઓ પૈકી ઘણાં સરકારી નોકરી માટે ઘેલછા ની હદે ઘેલા હોય છે.પગાર ભથ્થાની નિશ્ચિંતતા અને નિયમિતતા, રજાના લાભો અને પોલીસ નોકરીમાં તો ગણવેશનો મોભો આકર્ષણ જગવે છે.એટલે સરકારી નોકરીઓ માટે લાંબી લાઈનો પડે છે.
  ઘણીવાર ખાનગીમાં સારા પગારે નોકરી કરતા હોય એવા લોકો પણ વય મર્યાદા ચૂકી ન ગયા હોય તો સરકારી નોકરી માટે અરજી કરે છે.
  એટલે સરકારી નોકરી માટે લાખોની સંખ્યામાં થતી અરજીઓ થી બેરોજગારો ખૂબ છે એવું તારણ કાઢવું ખોટું છે.
  બેરોજગારી છે એનો ઇન્કાર ન થઈ શકે.પણ અરજદારોની સંખ્યા થી એને માપીને રાજ્ય સરકાર કે શાશન ને ભાંડવું યોગ્ય નથી.દેખાય એના કરતા વાસ્તવિકતા જુદી હોઈ શકે છે...

Reporter: News Plus

Related Post