પાણી લાઈનમાં ભંગાર, ગેર કાયદેસર ફ્લેક્સીબલ કનેકશન સીલ કર્યા :ચેરમેન
ખોડીયાર નગર પાસે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે વિવિધ સોસાયટીઓમાં પાણીના સમયે પાણી ચેક કરેલ અને પાણી ચોખ્ખું મળતું થયુ.સ્થાયી ચેરમેને સ્થળ મુલાકાત પણ કરી હતી.
ખોડીયાર નગર પાસે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ ચંચળબા સોસાયટી, વલ્લભ બંગ્લોઝ, નરસિંહ ધામ સોસાયટી, સાઈનાથ પાર્ક સોસાયટી વિગેરે જેવી વિવિધ સોસાયટીઓમાં પાણીના સમયે પાણી ચેક કરેલ અને પાણી ચોખ્ખું મળતું થયેલ છે.. પ્રોબ્લેમ ઘણો કોમ્પ્લીકેટેડ પરંતુ ૩ દિવસ પહેલા કર્મચારી ની ૧૦ ગેંગ મૂકી હતી તેના પરિણામે ૪ મોટા ફોલ્ટ મળ્યા હતા
૧) લક્ષ્મી નગર પાસે ૩૦૦ mm dia ની પાણીની નલીકા તથા ડ્રેનેજ નલિકા માં ભંગાણ
૨) પારસમણિ કોમ્પલેક્ષ તરફ જતી ૧૫૦ mm ni પાણી ની નલિકા માં ભંગાણ
૩)રુદ્રાક્ષ સોસાયટી પાસે પાણીની નાલીકા અને વરસાદી ગટર નું ક્રોસિંગ
૪) ૧૦ થી ૧૫ જેટલા ગેર કાયદેસર ફ્લેક્સીબલ કનેકશન સીલ કર્યા
ડૉ. મિસ્ત્રી એ કમિશનર, પાણી પુરવઠાના અધિકારી ઓ નો આભાર માન્યો હતો.
Reporter: News Plus