ભણેલા પણ અભણ એન્જિનિયરો અને મળતીયા કોન્ટ્રાક્ટરના કરતુતો જોવા જાહેર જનતાને આમંત્રણ. સયાજીગંજ ભાજપ કાર્યાલય રોડની બન્ને બાજુ, કરોડો રૂપિયાના ખર્ચ બાદ નંખાતી ડ્રેનેજ/ વરસાદી લાઈનોનું ઈન્સપેક્શન કોણે કર્યું ? એક સાઈડની પાઈપ રોડથી ઉપર, બીજી સાઈડની જોઈન્ટ કર્યા વગરની પાઈપ રોડથી નીચે,બંને પાઈપ લાઈનની વચ્ચેથી જતી પાણીની લાઈન. વચ્ચે ખાડો !! ચાર ઝોનમાં કેમેરામેન સાથે ફરનારા,અને ફોટો પડાવી સીન-શોટ કરનારા ચેરમેનને ભાજપ કાર્યાલય રોડ ઉપર જ વિઝીટ કરવાનો ટાઈમ નહી મળ્યો.
સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ, સ્માર્ટ એન્જિનિયરો,સ્માર્ટ કોન્ટ્રાક્ટરોએ ભેગા થઈ વડોદરાની ઘોર ખોદી છે.ઘમંડી નેતાઓ પોતાની જાતને સર્વસંપન્ન સમજે છે.
...
Reporter: News Plus