ભદોહી : યુપીના ભદોહી જિલ્લામાં એક ખેડૂત રાતોરાત અબજોપતિ બની ગયો. નવાઇની વાત અહીં એ છે કે, ખેડૂતનું જે ખાતું બંધ હતું તેમાં અચાનક અબજો રૂપિયા ક્રેડિટ થઇ ગયા. ખેડૂતના મોબાઇલમાં આવેલા મેસેજથી ખેડૂત કંઈ સમજી શક્યો ન હતો. પછી ખેડૂતે પોતાના મેસેજ અન્ય કોઈને વાંચવા આપ્યા ત્યારે તેને ખબર પડી કે તેના ખાતામાં ઘણા પૈસા જમા થયા છે.
આ મામલો દુર્ગાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અર્જુનપુર ગામનો છે. અહી રહેતા ભાનુ પ્રકાશ બિંદ નામના ખેડૂતનું સુરીયાવાનની બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ખાતુ છે જે છેલ્લા ઘણા દિવસોથી બંધ હતું. 16 મેના રોજ તેના મોબાઈલ પર બેંકમાંથી મેસેજ આવ્યો હતો.
આ મેસેજ હતો કે, તેના ખાતામાં 99999495999.99 રૂપિયા (99 અબજ 99 કરોડ 94 લાખ 95 હજાર 999 રૂપિયા)ની રકમ જમા કરવામાં આવી છે. ખેડૂતને વિશ્વાસ જ ન થયો કે તેની લોટરી લાગી છે.
આ સાંભળીને ભાનુ પ્રકાશ સ્તબ્ધ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે આટલા પૈસા ક્યાંથી અને કોણે ભેગા કર્યા. જ્યારે ખેડૂત બેંકમાં પહોંચ્યો તો તેની વાત સાંભળીને બેંક કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા. બેંક કર્મચારીઓએ જ્યારે એકાઉન્ટ ચેક કર્યું તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. ખેડૂતની વાત સાચી નીકળી.
આટલા પૈસા ક્યાંથી આવ્યા તે પણ બેંકના કર્મચારીઓ સમજી શક્યા નથી. બેંક કર્મચારીઓએ તુરંત ખેડૂતના ખાતાની તપાસ કરતા મામલો યોગ્ય જણાયો હતો. ખાતામાં આટલી મોટી રકમ જોઈને બધા દંગ રહી ગયા. બેંકના પ્રભારી મેનેજર આશિષ તિવારીએ જણાવ્યું કે, ખાતાધારક ભાનુ પ્રતાપનું KCC ખાતું હતું. તેણે ખાતા દ્વારા ખેતરમાં લોન લીધી હતી. ખાતું NPA બન્યા પછી આવું જ થયું. જોકે, એકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે.
આશિષ તિવારીએ જણાવ્યું કે, ખાતાધારક ભાનુ પ્રતાપનું KCC ખાતું હતું. તેણે ખાતા દ્વારા ખેતરમાં લોન લીધી હતી. ખાતું NPA બન્યા પછી આવું જ થયું. જોકે, એકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યુ છે.મહત્વનું છેકે, ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા અને કોણે મોકલ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ મામલાની માહિતી મળતાં લોકોમાં આ અંગે ચકચાર મચી છે.
Reporter: News Plus