વડોદરામાં સ્માર્ટ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારમાં વિરોધ નોધાવી રહ્યા છે.જેને લઈ માંજલપુર જીઇબી ની ઓફિસે આસપાસ ના નગરજનોએ હોબાળો મચાવ્યો..
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના ઉપયોગ સામે અલગ અલગ વિસ્તારમાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે.ત્યારે આજરોજ માંજલપુર જીઇબીની ઓફિસે સ્થાનિકો વીજ મીટરને લઈ હોબાળો મચાવ્યો હતો.આ બનાવને લઈ માંજલપુર પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિકોએ જીઇબીની ઓફિસે ભારે હોબાળો મચાવતા જીઇબીના અધિકારીઓ ને જવાબ આપવો ભારે પડી ગયો હતો.આસપાસ ના નગરજનોએ જણાવ્યુ કે સ્માર્ટ વીજ મીટરની અમને જરૂર નથી. જુના મીટર પાછા લગાવો તેવી માંગ કરી છે.
કેમકે બે મહિનાનુ લાઇટ બીલ 2500 આવતુ હતુ. હવે સ્માર્ટ વીજ મીટરમાં બે હજારનુ રિચાર્જ કરાવ્યુ તો પાંચ દિવસ ચાલ્યુ તો રિચાર્જ કરાવુ કેટલુ. મધ્યમવર્ગ ના લોકો માડ પોતાનુ ગુજરાન ચલાવતા હોય છે.દસ હજારની નોકરીમાં ધરનુ ભાડુ ભરે,ખાવાનો ખર્ચો કરે કે પછી સ્માર્ટ વીજ મીટરમાં રિચાર્જ કરાવે એટલે જુના મીટર પાછા લગાવવાની માંગ કરી છે.જીઇબીના અધિકારીઓ રાત્રે આવીને કોઇને પૂછ્યા વગર મીટર કાઢીને સ્માર્ટ વીજ મીટર લગાવે છે.કોઇ પણ જાતની માહિતી નથી આપી રહ્યા. તો બીજી તરફ ધણા લોકોને સ્માર્ટ ફોન નથી વાપરતા આવતો તો સ્માર્ટ વીજ મીટરનુ રિચાર્જ કેવી રીતે કરશે.
Reporter: News Plus