જયપુર પાસે કનોતામાં “રામરથ અયોધ્યા યાત્રા”ના સમારોહ દરમ્યાન સભાનું સબોધન દરમ્યાન RSSના નેતા ઇન્દ્રેશ કુમારએ જણાવ્યું હતું કે 'જે લોકો અહંકારી બન્યા તેમને 241 પર રોક્યા, જેઓ રામ વિરોધી છે તેમને 234 પર રોક્યા. એ ભગવાનનો ન્યાય છે' વધુમાં તેમને જણાવ્યું હતું કે પરંતુ તેને મોટી પાર્ટી બનાવી જેવોને ભગવાન રામ ઉપર કોઈ આસ્થા જ નથી.
લોકસભા ચૂંટણી પછી RSSના નેતા ઈન્દ્રેશ કુમારે સત્તાધારી ભાજબ સરકારને વિરોધી તથા ઇન્ડિયા ગઠબંદને રામ વિરોધી ગણાવ્યા છે. નેતા ઇન્દ્રેશ કુમારએ જણાવ્યું હતું કે રામ ભગવાન બધાની ન્યાય કરે જ છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરીણામ જોઈ લ્યો જેવોએ રામ ભગવાનની ભક્તિ કરી પરંતુ ધીરે ધીરે તેમણે અહંકાર આવી ગયો હતો. જેથી જે સંપૂર્ણ અધિકારો મળવા જોઈએ, જે સત્તા મળવા જોઈએ તેને તેમના અહંકારના લીધે ભગવાને રોકી દીધા છે. આગળ તેવો જણાવ્યું હતું કે જેવોએ રામનો વિરોધ કર્યો, તેવોને બિલકુલ સત્તા આપી નથી. સાથે મળીને પણ તેવો જીતી શક્યા નથી. આ ભગવાન ન્યાય છે. જોકે તેમણે પોતાના નિવેદનમાં કોઈપણ પક્ષાનું નામ લીધું નથી. પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટ પણે સંકેત આપી ધીધો હતો.
Reporter: News Plus