News Portal...

Breaking News :

માલદીવની મંજુરી ચીની જહાજો હવે માલદીવના પોર્ટ ઉપર ઊભા રહેશે

2024-06-14 09:43:38
માલદીવની મંજુરી ચીની જહાજો હવે માલદીવના પોર્ટ ઉપર ઊભા રહેશે


લોકસભા ચૂંટણી બાદ એનડીએને શુભેચ્છા પાઠવવા આવેલ માલદીવના રાષ્ટ્પતિ થોડા સમય પહેલાજ ભારતનો પ્રવાસ કર્યો છ. જે દરમ્યાન એસ જયશંકર સાથે મળીને કેટલાક વિષયો ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી. 


 પરંતુ  માલદીવ પહોચતાં જ ચીન માટે તેમનું સમર્થન જોવા મળ્યું છે. ચીને ઘણા સમયથી પોતાના શોધખોળ અંગેના જહાજ માટે ડોક કરવા માલદીવ સરકાર પાસે અપીલ કરી હતી. સુત્રો અનુસાર શ્રીલંકા દ્રારા ઇન્કાર બાદ માલદીવ ચીની જહાજોને પોતાના પોર્ટ ઉપર ઊભા રહેવાની મંજુરી આપેલ છે. શ્રીલંકા પહેલા પણ ચીની જહાજોને પોતાના પોર્ટ ઉપર ઊભા રહેવા અંગે ઇન્કાર કરી ચુકી છે.


માલદીવ સરકાર સાથે જોડાયેલ સુત્રો મુજબ ચીન સરકાર દ્રારા વિશ્વાસ આપવામાં આવ્યો છે કે માલદીવ સાથે જોડાયેલ ક્ષેત્રમાં તેમના જહાજો દ્રારા શોધખોળ કરવામાં આવશે નહિ. શોધખોળ માટેના જહાજોને હિન્દ મહાસાગરમાં ઉતારવામાં આવશે. ઘણા સમયથી હિન્દ મહાસાગરમાં રહેલ ખનીજ પર ચીનની નજર છે.

Reporter: News Plus

Related Post