News Portal...

Breaking News :

એક કરતાં વધુ મોબાઇલ નંબર પર ચાર્જ વસૂલવાનું આયોજન થશે

2024-06-14 09:38:36
એક કરતાં વધુ મોબાઇલ નંબર પર ચાર્જ વસૂલવાનું આયોજન થશે


વ્યક્તિ પાસેના એક કરતાં વધુ મોબાઇલ નંબર પર ચાર્જ વસૂલવાનું આયોજન થઈ રહ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ રેગ્યુલેટરી સઁસ્થા ટ્રાઇના આંકડા મુજબ દેશમાં લગભગ ૨૨ કરોડ નંબર બ્લેકલિસ્ટ કરવાની કેટેગરીમાં સામેલ છે.


આ આંકડો કુલ મોબાઇલ નંબરના ૧૯ ટકા જેટલો છે. સરકાર પાસે મોબાઇલ નંબર સ્પેસિંગનો અધિકાર છે. સરકાર જ મોબાઇલ નંબર માટે ઓપરેટર કંપનીઓને મોબાઇલ સિરીઝ જારી કરે છે. ટ્રાઇનું કહેવું છે કે મોબાઇલ નંબર સીમિત માત્રામાં છે, તેથી તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. મોટાભાગના યુઝસ સ્માર્ટફોનમાં બે સીમકાર્ડનો ઉપયોગ કરે છે. તેમા એક એક્ટિવ મોડમાં હોય છે અને બીજાનો ઉપયોગ એકદમ મર્યાદિત હોય છે. આ ઉપરાંત કેટલાક યુઝર્સ એક કરતાં વધારે મોબાઇલ સીમકાર્ડનો ઉપયોગ કરે છે.


આ સંજોગોમા એક કરતાં વધુ મોબાઇલ નંબર પર ચાર્જ વસૂલવાનું આયોજન થઈ રહ્યું છે. સીમકાર્ડ લાંબા સમય સુધી ઉપયોગ વિના પડયું રહ્યું હોય તો તેને કંપની દ્વારા બ્લેકલિસ્ટ કરવું જોઈએ. પરંતુ કંપનીઓ તેમનો ડેટા બેઝ વધુ દેખાય તેવા આશયથી ઉપયોગ વિના પડી રહેલું સીમકાર્ડ બંધ કરતી નથી.આ સંજોગોમાં ટ્રાઈએ મોબાઇલ ઓપરેટરને દંડ કરવાની જોગવાઈનું આયોજન કર્યુ છે. ટ્રાઈ દ્વારા મોબાઇલ ઓપરેટરને કરવામાં આવતો આ દંડ કંપની નિષ્ક્રીય સીમકાર્ડ ધરાવતા ગ્રાહકો પાસેથી વસૂલ કરી શકે છે.

Reporter: News Plus

Related Post