નેટફ્લિક્સ ઉપર આજરોજ રીલીઝ થનારી મહારાજ ફિલ્મ ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્રારા હંગામી સ્ટે આપવામાં આવ્યો છે. આ ફિલ્મ નેટફ્લિક્સ અનુસાર ભારતીય ઈતિહાસઉપર આધારીત છે. મહિલા અધિકારો અને સામાજિક સુધારક એવા પત્રકાર કરસનદાસ મુલજીના જીવન ઉપર આધારીત આ ફિલ્મ ઉપર વિરોધ ટ્રેન્ડ થઇ રહ્યો છે.
જુનેદ ખાન એટલેકે આમીર ખાના પુત્ર દ્રારા આ ફિલ્મમાં લીડીંગ રોલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા દ્રશ્યો હોવાથી X ઉપર આ ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે તેમજ બજરંગ દળે પણ તેનો વિરોધ કર્યો હતો.આ ફિલ્મ યશરાજફિલ્મસ દ્રારા બનાવવામાં આવી હતી. પરંતુ ફિલ્મ ઉપર વિરોધ જોતા ગુજરાત હાઇકોર્ટ દ્રારા હંગામી સ્ટે આપતા આ ફિલ્મ આજ રોજ રીલીઝ થઇ શકી ન હતી.
Reporter: News Plus