News Portal...

Breaking News :

વડોદરામા વરસાદ નહી..વરસાદમા વડોદરા જુઓ,સ્માર્ટ સીટી ની કમનસીબી, નાગરિકોએ આખો દિવસ ઘરમાંથી પાણી બહાર ઉલ્લેચ્યું

2024-07-24 23:40:33
વડોદરામા વરસાદ નહી..વરસાદમા વડોદરા જુઓ,સ્માર્ટ સીટી ની કમનસીબી, નાગરિકોએ આખો દિવસ ઘરમાંથી પાણી બહાર ઉલ્લેચ્યું


ભારે વરસાદ અને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર દ્વારા આદેશ જારી કરીને 25 જુલાઈ ગુરુવારના રોજ શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના બાદ વરસાદને પગલે જિલ્લાના અનેક ગામોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે બાળકોના સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા એક પત્ર લખીને તમામ શાળાના સંચાલક મંડળ અને આચાર્યોને ગુરુવારે શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે આજે વરસેલા વરસાદને પગલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શિક્ષણ વિભાગને આગામી બે દિવસ માટે શાળામાં રજા રાખવાની વિનંતી પણ કરવામાં આવી હતી. બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


આ આગાહીના પગલે શહેરમાં આજે સવારથી જ મુશળાધાર વરસાદનું આગમન થયું છે અને હાલમાં જે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને આગામી ચોવીસ કલાક શહેર જિલ્લામાં અતિથિ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.આ ચોવીસ કલાક વરસાદને લઈને ખૂબ અગત્યના સાબિત થશે.બીજી તરફ હવામાન વિભાગની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી આયોજન કરી લેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદી સમસ્યાઓની રજૂઆત માટે બે ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા છે. શહેરના ફ્લડ કંટ્રોલરૂમ ખાતેનો ૧૦૧ નંબર ઉપરાંત ૦૨૬૫-૨૪૨૩૧૦૧,૨૪૨૬૧૦૧ અને મોબાઈલ નંબર ૮૨૩૮૦૨૩૩૩૭ તો બીજી તરફ ફાયર કન્ટ્રોલ રૂમના ૧૦૨ નંબર અને ૦૨૬૫-૨૪૧૩૬૩૫ અને મોબાઈલ નંબર ૯૯૭૮૯૫૮૫૯૨૧ ઉપર નાગરિકો પોતાની ફરિયાદ કે.સમસ્યા નોંધાવી શકશે.સિદ્ધાર્થ બંગલોઝમાં પાણી ભરાયા બાદ બાજુની સોસાયટીની સંરક્ષણ દીવાલ તૂટતા રહીશોમાં ચિંતા..વડોદરામાં વરસાદના સમયે પાણી ભરાઈ જવાની સમસ્યાથી પીડિત સિદ્ધાર્થ બંગલોઝમાં પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે વિશ્વામિત્રી નદીના કિનારે સંરક્ષણ દીવાલ તૂટી પડતા આસપાસની સોસાયટીના રહીશોની ચિંતા વધી છે.


શહેરના હરણી વિસ્તારમાં સૌથી જૂની સિદ્ધાર્થ બંગલોઝ સોસાયટીમાં વર્ષીથી વિશ્વામિત્રી નદીનું પાણી પ્રવેશી જાય છે. ભારે વરસાદના સમયે સોસાયટીના મકાનોમાં એક માળ સુધી પાણી ભરાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. નજીકથી જ પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણી આવતાની સાથે જ સોસાયટીના રહીશોની ચિંતા વધી જાય છે.આજે સવારથી પડી રહેલા એકધારા વરસાદથી વિશ્વામિત્રી બંને કાંઠે વહી રહી છે. જેના કારણે સિદ્ધાર્થ બંગલોઝની પાછળ આવેલી શ્રવણગ્રીન સોસાયટી પાસે વિશ્વામિત્રી નદીના કિનારેથી પસાર થતા RCC રોડ પરની સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. નદીના પાણીને કારણે જમીનનું ધોવાણ થતા સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ જતા આસપાસના રહીશોની ચિંતામાં વધારો થયો છે.હાલ તો વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી દુર છે ત્યારે સિદ્ધાર્થ બંગલોઝ પાસેની શ્રવણ ગ્રીન્સ સહિતની સોસાયટીને અડીને નદી કિનારે આવેલી સંરક્ષણ દીવાલ તૂટી જતા રહીશોની ચિંતા વધી છે..વડોદરામાં આજે સવારથી જ અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી છે. ત્યારે વરસાદની ગતિ સહેજ પણ ધીમી નહી થતાં હાઇવે ખાતે આવેલ જીએસએફસી નજીકથી પસાર થતા વાહન ચાલકોને વિઝીલીબીટીની સમસ્યા સર્જાઇ હતી. વરસાદના કારણે કારની હેડલાઇટથી વધુ જોઇ શકાય તેમ નથી. વાતાવરણ ભારે ઘૂંઘળુ થયું છે. ત્યારે હવે હાઇ-વે પરથી પસાર થતા વાહનો હેડ લાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ પસાર થઇ રહ્યા છે. હાઇવે ખાતે  વરસાદ અનેક ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતા અનેક વાહન ચાલકોના વાહનો ખાડામાં પડવાને કારણે ખોટકાયા હોવાની માહિતી પણ સામે આવી છે..

Reporter: admin

Related Post