News Portal...

Breaking News :

શહેર તમારા મનસુબા (નેતાઓના પાપે )ઉઠલાવી દે તો કહેવાય નહીં

2024-07-24 23:16:51
શહેર તમારા મનસુબા (નેતાઓના પાપે )ઉઠલાવી દે તો કહેવાય નહીં


સવારથી શરૂ થયેલ વરસાદ અચાનક ગતિ પકડતા શહેરને ચો તરફથી બાણમાં લઈને સાત ઇંચ કરતાં વધારે પાણી વરસાવી દીધું હતું જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો સામે આવી હતી બીજી તરફ વાદળ ફાટી પડ્યું હોય તેવા દ્રશ્યો શહેરના રાજમાર્ગો પર જોવા મળ્યા હતા જે અંગેની માહિતી પાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓને મળતા તેઓ તાત્કાલિક સીટી કમાન્ડ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને વરસાદી વાતાવરણ વચ્ચે શહેરની જે પરિસ્થિતિ છે તેનું અવલોકન કર્યું હતું. શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુકલ, મેયર પિન્કી સોની,ચિરાગ બારોટ, સ્થાઈના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી, પાલિકાના કમિશ્નર દિલીપ રાણા સહિત ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ,આઈ ટી ડિરેકટર મનીષ ભટ્ટ વિગેરેએ સીટી કમાન્ડ સેન્ટરની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ ઉપરથી સમગ્ર શહેરની માહિતી મેળવી હતી શહેરના નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ઘૂસી ગયા છે તેવા પરિવારોને મદદ કરવાની સૂચના પણ આ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. 


શહેરમાં ખાતે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં આવેલ વિવિધ ૧૫ જેટલી ઝુપડપટ્ટીઓમાં પાણી ભરાઈ જવા ભરાઈ જવાની ઘટના સામે આવી છે આ ઉપરાંત શહેરના સયાજીગંજ વાઘોડિયા રોડ તરસાલી આજવા રોડ અલકાપુરી માંજલપુર વડસર ઉંડેરા ભાયલી ગોરવા સુભારપુરા સહિતના વિસ્તારોમાં રહેલી અનેક સોસાયટીઓમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા હોવાની માહિતી પણ સામે આવી હતી શહેરના રાજમાર્ગો પર આવેલ વિવિધ ઈમારતોના બેઝમેન્ટમાં રહેલી દુકાનોમાં પણ પાણી ભરાયાની ઘટના આ વરસાદ દરમિયાન સામે આવી છે .આટલાદરા વિસ્તારમાં.આવેલ પંદરથી વધુ સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ઘૂસી જવાની ફરિયાદો રહીશો દ્વારા વારંવાર વહીવટી તંત્રને કરવામાં આવી છે પરંતુ આ વર્ષે પણ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહી લેવાતા આ તમામ સોસાયટીઓના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ,જેને કારણે રહીશોની ઘરવખરી અનેં કીમતી  સામાનને નુકસાન પહોંચ્યા હોવાના અહેવાલ મળ્યા છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની સમસ્યાને લઈને અનેક દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને દુકાનમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જાતે કરી હતી.શહેરમાં વરસેલા વરસાદે આજે અતિવૃષ્ટિની સ્થિતિ જેવી પરિસ્થિતિ નિર્માણ કરી દીધી છે. આવી કપરી પરિસ્થિતિમાં વહીવટી તંત્ર કેવી રીતે કામ પાર પાડશે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. માત્ર આઠ કલાકમાં છ ઇંચ જેટલા વરસાદે સમગ્ર શહેરને બાણમાં લઈને તમામ રસ્તાઓ ઉપર પાણી પાણી કરી નાખ્યું છે. 


આગામી 24 કલાક હજી શહેરમાં વરસાદ રહેશે તેવું અનુમાન હાલ તો વાતાવરણ પરથી લાગી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના ભરાવાની સ્થિતિને પહોંચી વળવા એસ.ડી. આર.એફની બે ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો બીજી તરફ એન.ડી.આર.એફની એક ટીમને પણ વહીવટી તંત્રએ સ્ટેન્ડ બાય રાખેલ છે. જિલ્લા કલેકટર સહિત સમગ્ર વહીવટી તંત્ર વરસાદની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે અને આવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટેનું માઇક્રો પ્લાનિંગ પણ કરી રહ્યું છે. જે રીતે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો તે જોતા જો આજે રાત્રે પણ વરસાદ આ જ પ્રમાણે ખાબકશે તો કાલે વડોદરાની સુરત બદલાઈ જશે . વરસાદને લઈને વડોદરા શહેર જિલ્લા માટે આગામી 24 કલાક બહુ મહત્વના પુરવાર થશે.શહેર તેમજ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં ફરજ બતાવતા કર્મચારીઓને તાત્કાલિક રજા આપી દેવાનો હુકમ કરાયો.શહેરમાં ખાબકેલા વરસાદને પગલે ગોરવા મકરપુરા મંજુસર વાઘોડિયા સહિતની જી.આઇ.ડી.સીમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓને તેમના ઔદ્યોગિક એકમો ખાતેથી તાત્કાલિક અસરે છુટ્ટી આપી દેવામાં આવી હતી. જે રીતે વરસાદ વરસતો હતો તે જોતા આ કર્મચારીઓને પોતાના ઘરે પહોંચવામાં તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓને રજા આપી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. વરસતાં વરસાદની વચ્ચે આ તમામ કર્મચારીઓ જેમતેમ કરીને પોતાના ઘરે પહોંચ્યા હતા જેને લઈને કર્મચારીઓના પરિજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આવતીકાલે પણ વરસાદ આ જ પ્રકારે વરસશે તો કર્મચારીઓને વધુ એક દિવસની રજા મળી શકે એમ હાલ તો લાગી રહ્યું છે. જો કે આ બાબતે વહીવટી તંત્ર કે વિવિધ ઔધોગિક એકમોના હોદેદારો દ્વારા હજી સુધી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Reporter: admin

Related Post