નવી દિલ્હી: ત્રીજીવાર સત્તા પર આવેલી ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના તમામ ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને લાભ આપવાનું વચન પણ આપ્યું હતું, જ્યારે અન્ય લાભાર્થીઓ માટે પણ આ યોજના ચાલુ જ રહેશે, તેમ જણાવ્યુ હતુ,
પરંતુ આયુષ્યમાન ભારત યોજનામાં 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને સ્વાસ્થ્ય લાભ આપવા માટે હાલ સરકારની કોઈ તેયારી નથી અને તે માટે હજૂ સુધી કોઈ પેનલ બનાવાઈ નથી એવુ કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન પ્રતાપરાવ જાધવએ શુક્રવારે લોકસભામાં સ્વીકાર્યું છે. લોકસભાની ચૂંટણી પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં સંબોધિત કરતા તેમનાં અભિભાષણમાં સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વિસ્તારની સંભાવનાઓ અંગે જાણાવતા કહ્યું હતું કે આયુષ્યમાન ભારત હેઠળ તેની અંતર્ગત પાત્ર લોકોના આયુષ્યાન કાર્ડ બનાવાય છે.
અને આ કાર્ડ હેઠળ સેકેન્ડરી હોસ્પિટલમાં વાર્ષિક પાંચ લાખ સુધીની મફત સારાવાર મેળવી શકે છે. સરકારે હવે આ યોજનામાં પાત્રાનો દાયરો વધારવાની તૈયારી કરી છે. જોકે તાજેતરના બજેટમાં૭૦ વર્ષથી વધુ વયના લોકો માટે આયુષ્યમાન યોજના અંગે કોઈ સ્પષ્ટતા આવી નથી. આ અંગે સંસદના ચાલુ સત્રમાં પૂછવામાં આવતા સ્વાસ્થ્ય પ્રધાન જાધવએ જણાવ્યું હતું કે પાત્ર પરિવારના બધા સભ્યો કોઈ પણ વયના હોય તેવો આયુષ્યમાન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે.
Reporter: admin