News Portal...

Breaking News :

જર્મની માં રહેતો યુવક યોગ ના પ્રચાર અને શાંતિ અને અમન ના સંદેશ સાથે બાઇક ઉપર 22 દેશ થઈ ને દાહોદ ખાતે રહેતા પોતાના ભાઈ ને ત્યાં પહોચ્યો

2024-06-23 11:12:19
 જર્મની માં રહેતો યુવક યોગ ના પ્રચાર અને શાંતિ અને અમન ના સંદેશ સાથે બાઇક ઉપર 22 દેશ થઈ ને દાહોદ ખાતે રહેતા પોતાના ભાઈ ને ત્યાં પહોચ્યો


મૂળ મધ્યપ્રદેશ ના ઝાવરા નો આકાશ નાયક નામ નો યુવક છેલ્લા પંદર વર્ષ થી જર્મની માં સ્થાયી થયો છે પોતાના પરિવાર સાથે જર્મની ના હનુવર શહેર માં રહી યોગ શાળા ચલાવે છે સાથે જ યોગ નો પ્રચાર પ્રસાર ની સાથે સમાજ સેવા પણ કરે છે 


સમયાંતરે એકાંત સ્થળ ઉપર કે પહાડો માં જઈ યોગ અને સાધના કરે છે ત્યારે એક વિચાર આવ્યો કે અલગ અલગ દેશ માં ફરી ને લોકો ને આ વિષે સમજણ આપું અને એ લોકો ના વિચારું જાણું તે માટે જર્ની ટુ શૂન્ય નામથી બાઇક યાત્રા નો વિચાર કરી 8 માર્ચે બાઇક યાત્રા નો પ્રારંભ કર્યો અને 22 દેશ થઈ ને 3 જૂને ભારત માં પ્રવેશ કર્યો અને આજે દાહોદ ખાતે રહેતા તેમના ભાઈ ને ત્યાં પહોચ્યા હતા આખી યાત્રા ના અલગ અલગ અનુભવ જણાવતા આકાશ નું કહેવું છે આપણે જ્યાં છીએ તેમાથી બહાર આવવાની જરૂર છે દુનિયા ખૂબ સુંદર છે અને સોશિયલ મીડિયા માં જે બતાવવામાં આવી રહ્યું છે લોકો માં જે જાતિ ધર્મ આધારિત ઝેર ભરવામાં આવી રહ્યું છે તેવું દુનિયા માં છે જ નથી દરેક દેશ માં ખૂબ આવકાર ની સાથે લોકો એ મદદ પણ કરી પોતાના ઘરે મહેમાનગતિ કરાવી અને ખૂબ સારી રીતે રાખ્યો ઈરાન ની વાત કરતાં જણાવ્યુ કે ખૂબ ઠંડી ના સમય માં રસ્તા માં લોકો બાઇક રોકાવીને ચા પીવડાવતા પોતાના ઘરે રાત્રિ રોકાણ કરવા લઈ જતાં અને જમવાનું બધી વ્યવસ્થા કરતાં હતા એક જગ્યા એ બાઇક બગડતાં રસ્તે જતાં બે યુવાનો મદદે આવ્યા અને બે દિવસ તેમની સાથે રાખી બાઇક રીપેર કરાવ્યુ જેના માટે પણ એકપણ રૂપિયો નથી લીધો એક તરફ ઈરાન – ઈઝરાયેલ વચ્ચે ચાલતા વોર ના કારણે જોખમ હતું તો ત્યાના સ્થાનિક લોકો આકાશ ની મદદે આવી વોર ના સમયે સુરક્ષિત સ્થળ સુધી પહોચાડતા હતા   જ્યાં પણ પહોચે ત્યાં લોકો ભારત નો ધ્વજ જોઈ ને સન્માન સાથે આવકાર આપતા હતા પાકિસ્તાન માં પ્રવેશ વખતે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભર્યા વાતાવરણ ના કારણે  તાફતાન બોર્ડર ઉપર થી પ્રવેશ ના મળ્યો તો દુબઈ થઈ પાકિસ્તાન આવું પડ્યું જ્યાં વાવાઝોડા અને પૂર ની સ્થિતિ માં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું જેના કારણે દુબઈ રોકાવવું પડ્યું અને બાઇક જહાજ મારફતે મોકલી ફ્લાઇટ મારફતે પાકિસ્તાન આવ્યા બાદ દરિયા માં તોફાન કારણે જહાજ વચ્ચે જ અટકી ગયું હતું 


જહાજ પાકિસ્તાન પહોચવામાં કેટલાય દિવસો લાગી ગયા જેના કારણે પાકિસ્તાન માં 33 દિવસ વિતાવવા પડ્યા અને પાકિસ્તાન ના અનુભવ જણાવતી વખતે આકષ લાગણીસભર થઈ આંખ માથી આંસુ પણ આવી ગયા હતા આકાશ નું કહેવું છે ત્યાં લોકો એ ખૂબ પ્રેમ અને આવકાર આપ્યો દરેક વ્યક્તિ પોતાના ઘરે ચા નાસ્તો અથવા જમવા લઈ જવા માટે પ્રેમ પૂર્વક આગ્રહ કરતાં તે દરમિયાન જ જન્મ દિવસ આવતા લોકો એ કેક કાપી આકાશ ના જન્મ દિવસ ની ઉજવણી પણ કરી જ્યારે ભારત આવવા માટે નીકળ્યો ત્યારે ટાયર ઉપર કંકુ તિલક કરી શ્રીફળ વધેરી વિદાઇ આપી હતી ભારત પહોચી પોતાના વતન મધ્યપ્રદેશ ના ઝાવરા ખાતે આકાશ પહોચતા મિત્રો અને સંબંધીઓ એ પુષ્પવર્ષા અને ઢોલ ના તાલે સ્વાગત કર્યું હતું ત્યારબાદ  દાહોદ પહોચેલા આકાશે લોકો ને એક જ સંદેશ આપ્યો હતો કે સોશિયલ મીડિયા માં જે બતાવવામાં આવી રહ્યું છે તેના થી અલગ જ દુનિયા છે અને સોશિયલ મીડિયા ની અફવા થી દૂર રહો ભાઈચારા નો સંદેશ આગળ પહોચાડો અને નફરત ના સંદેશ ને ત્યાજ અટકાવો

Reporter: News Plus

Related Post