ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં વડોદરા, અમદાવાદ શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના પગલે આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું નવસારી સ્થિત થયું હતું તેની બાદ ધીરે ધીરે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. તેમજ હાલ રાજસ્થાન તરફના સક્રિય સાયકલોનીક સરકયુલેશનના પગલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં ડાંગ, વલસાડ,નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.
Reporter: News Plus