પ્રયાગરાજઃ વરસાદમાં નદીમાં તુફાન આવે એટલે સ્વાભાવિક આસપાસ રહેનારાના શ્વાસ અધ્ધર થઈ જાય, પણ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં લોકો ગંગા નદીના આ ઉછાળાની રાહ જુએ છે. તેનું કારણ આ સ્થાન સાથે જોડાયેલી એક માન્યતા છે.
એવું કહેવાય છે કે જે વર્ષમાં ગંગા નદીનું પાણી મોટા હનુમાન મંદિરમાં પ્રવેશ કરે છે તે વર્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધવારે ગંગા નદીનું પાણી મંદિરમાં પ્રવેશ્યું. માતા ગંગાએ હનુમાનજીને સ્નાન કરાવ્યું હતું. આ જોઈને ભક્તો ઉત્સાહમાં નાચી ઉઠ્યા હતા.એવું માનવામાં આવે છે કે જે વર્ષે ગંગાજી હનુમાનજીને સ્નાન કરાવે છે તે વર્ષમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પ્રયાગરાજ એ પહેલું શહેર છે જ્યાં લોકો પૂરની રાહ જુએ છે જેથી ગંગાજી હનુમાનજીના મંદિરમાં પ્રવેશે.
માતા ગંગાનું જળ મંદિરમાં પ્રવેશતાની સાથે જ અહીં માતા ગંગાની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી અને આરતી કરતી વખતે માતા ગંગાના મંત્રો ગુંજવા લાગ્યા હતા.આ ખાસ દ્રશ્ય જોવા માટે હજારો ભક્તો મંદિરે પહોંચ્યા હતા. દર વર્ષે ગંગા આ મંદિરમાં પહોંચે છે. મંદિરમાં ગંગાનું પાણી પ્રવેશતાની સાથે જ મંદિર ગંગા જળથી ભરાઈ ગયું. હવે રામ જાનકી મંદિરમાં બડે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને ત્યાં તેમની પૂજા કરવામાં આવશે.
Reporter: admin